ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી વિરાટ ભોજનાલય સાળંગપુર ધામમાં: હાઈટેક રસોડું

01 December 2021 04:31 PM
Botad Dharmik Gujarat
  • ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી વિરાટ ભોજનાલય સાળંગપુર ધામમાં: હાઈટેક રસોડું
  • ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી વિરાટ ભોજનાલય સાળંગપુર ધામમાં: હાઈટેક રસોડું
  • ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી વિરાટ ભોજનાલય સાળંગપુર ધામમાં: હાઈટેક રસોડું
  • ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી વિરાટ ભોજનાલય સાળંગપુર ધામમાં: હાઈટેક રસોડું

હાઈટેક ભોજનાલયમાં એકી સાથે પાંચ હજાર લોકો પ્રસાદ લઈ શકશે: ખાસ ટેકનોલોજીથી રસોઈ બનશે : અગ્નિ અને ઈલેકટ્રીસીટી વગર ભોજન તૈયાર થશે : ઓઈલ બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

સાળંગપુર,તા.1
અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ બાદ ગુજરાતના સાળંગપુર ધામમાં સૌથી વિરાટ રસોડું બનાવવામાં આવી રહ્યું છે. શ્રીકષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 40 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર લોકો પ્રસાદનો લાભ લઈ શકશે.

હાલ ભોજનાલય બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હાઈટેક ભોજનાલય બનાવવા રોજના 300 મંજુરો દિવસ-રાત કામ કહી રહ્યા છે. આગામી દિવાળી દ્વારા સમગ્ર કામગીરી પૂર્ણ થશે તેમ સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવેલ છે.

ભોજનાલયની વિશિષ્ટતાઓ :-
હાઈટેક ભોજનાલયમાં અગ્નિ કે ઈલેકટ્રીકસિટી વગર રસોઈ બનાવવામાં આવશે.આ ભોજનાલય 7 વિઘામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડીંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્કવેર ફૂટનું થશે. ભોજનાલય કુલ 250 કોલમ પર ઉભુ થશે. મંદિર પરિસર માંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. પગથિયાઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એરકેલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ભોજનાલયમાં કુલ ચાર ડ્રાઈનીંગ હોલ રહેશે. જેમાં જનરલ ડ્રાઈનીંગ હોલ 110*278 ફૂટનો રહેશે. તેમા એક સાથે 4000 લોકો ડ્રાઈનીંગ ટેબલ પર બેસીને જમી શકશે. ભોજનાલયના લોએર ગ્રાઉન્ડ ફલોરમાં મોટું પાર્કીંગ બનાવાશે. અમર ગ્રાઉન્ડ ફલોરમાં કુલ 85 રૂમો બનાવવામાં આવશે. ભોજનાલયનું કિચન 60*100 ફૂટની જગ્યામાં બનાવવામાં આવશે. હાઈટેક કિચનમાં અગ્નિકે ઈલેકટ્રીકસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. રસોઈ બનાવવા માટે ઓઈલ બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ થશે.

ઓઈલ બેવ્ઝડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઈલ ટેન્ક હોય છે. જેની અંદર ભરેલું ઓઈલ ખાસ પ્રકિયા દ્વારા નકકી કરેલા ટેમ્પરેઅર સુધી ગરમ થાય છે. ત્યારબાદ ઓઈલ કિચનમાં આવે છે. જે ડબલ લેધરના ફિકસ વાસણોની વચ્ચે અંદરની સાઈડ ફરતું રહે છે. તેની લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે. જેમાં કોઈ અગ્નિ કે ઈલેકટ્રીક સીટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાશે.

પ્રથમ અને બીજી તસ્વીર ભોજનાલયના મોડેલની છે. ત્રીજી તસ્વીરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરના પરિસરમાં હાઈટેક ભોજનાલય નિર્માણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોથી તસ્વીરમાં સંતો સાથે ચર્ચા વિચારણા કરતા આર્કીટેક નજરે પડે છે.


Related News

Loading...
Advertisement
Advertisement