મુંબઈ પ્રવાસમાં મમતા દીદી વિવાદોમાં ઘેરાયા: રાષ્ટ્રગાનના અપમાન બદલ કેસ નોંધાયો

02 December 2021 11:51 AM
India Maharashtra Politics Top News
  • મુંબઈ પ્રવાસમાં મમતા દીદી વિવાદોમાં ઘેરાયા: રાષ્ટ્રગાનના અપમાન બદલ કેસ નોંધાયો

બેઠા-બેઠા રાષ્ટ્રગાન ગાવા બદલ મુંબઈમાં બીજેપી નેતાએ ફરિયાદ નોંધાવી

મુંબઈ, તા.2
કેન્દ્ર સરકારને ચારે તરફથી ઘેરવા માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજકાલ અનેક રાજ્યોની મુલાકાતો લઈ રહ્યા છે. દેશના મુખ્ય પક્ષોના વરિષ્ઠ નેતાઓની સાથે બેઠકો યોજીને મમતા બેનર્જી નવી-નવી રણનીતિઓ બનાવી રહ્યા છે.

ત્યારે હાલ મુંબઈના પ્રવાસે ગયેલા મમતા બેનર્જીને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. મુંબઈમાં ભાજપના એક નેતાએ ટીએમસીના ચીફ મમતા દીદી સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બુધવારે પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠા બેઠા જ રાષ્ટ્રગાન ગાયું હતું તેમજ માત્ર 2-4 લાઈન ગાયા બાદ તેમણે ગાવાનું પણ બંધ કરી દીધું હતું

ત્યારે આ મામલે ભાજપના નેતાએ તેમના વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બુધવારે મમતા બેનર્જીની મુંબઈ મુલાકાત દરમિયાન ભાજપના પશ્ચીમ બંગાળ એકમે પણ રાષ્ટ્રગાનના અપમાન બદલ મમતા દીદી પર નિશાન સાધ્યું હતું. તેમણે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતા બેનર્જીએ રાષ્ટ્રગાનનું અપમાન કર્યા હોવાની બાબતે તેમના પર આક્ષેપો મુકયા હતા.

બીજેપી બંગાળે ટ્વીટ કરી જણાવ્યું હતું કે મમતા બેનર્જી પહેલાં બેઠા હતા, પછી ઉભા થયા અને વચ્ચેથી જ રાષ્ટ્રગાન ગાવાનું પણ બંધ કરી દીધું. એક મુખ્યમંત્રી તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્રગાન તથા દેશ અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું પણ અપમાન કર્યું છે ત્યારે મુંબઈના પ્રવાસે ગયેલા બંગાળના સીએમ મમતા દીદી હાલ વિવાદો વચ્ચે ઘેરાઈ ગયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement