કોંગ્રેસ ભાજપની ‘ટીઆરપી’ છે; તે માત્ર સમય બગાડે છે: મમતા બેનર્જી

02 December 2021 03:22 PM
India Politics
  • કોંગ્રેસ ભાજપની ‘ટીઆરપી’ છે; તે માત્ર સમય બગાડે છે: મમતા બેનર્જી

દીદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન : મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન શરદ પવાર સાથે બેઠક યોજી

ભાજપ સામે લડવા વ્યાપક વ્યૂહરચના બનાવવી પડશે જે માટે સંયુકત વિપક્ષની જરૂરિયાત હોવાનું મમતા બેનર્જીનું નિવેદન

મુંબઈ, તા.2
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોંગ્રેસના નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું કે, રાજકારણ માટે સતત પ્રયત્નોની જરૂરિયાત છે, જો તમે આનંદ કરવા માટે વિદેશ જતા રહો છો તો લોકો તમારા પર કેવી રીતે વિશ્ર્વાસ કરશે ? તેમણે ઉમેર્યું કે, માત્ર તેવા જ રાજકારણીઓ બીજેપીનો સામનો કરી શકે તેમ છે કે જેઓ તમામ વાસ્તવિકતા જાણે છે અને પશ્ર્ચિમ બંગાળમાં એ બાબત સાબીત કરી બતાવી છે તેમ મમતાદીદીએ જણાવ્યું હતું.

જો કે મમતા બેનર્જીએ કોઈ પક્ષ અથવા વ્યક્તિનું નામ લીધું ન હતું પરંતુ નિરીક્ષકોએ જણાવ્યું કે આ ટિપ્પણીઓ તેમણે કોંગ્રેસની ભૂમિકાઓ વિશેના પ્રશ્નના જવાબમાં કરી હતી. મહત્વનું છે કે મુંબઈમાં તેમણે નાગરિક સમાજ સાથે વાતચીત કરી હતી ત્યારે આ નિવેદનો આપ્યા હતા ઉપરાંત તેમણે એનસીપીના વડા શરદ પવાર સાથે પણ તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. મમતા બેનર્જીએ જણાવ્યું કે વિપક્ષ દ્વારા પીએમની પસંદગી બદલાતી પરિસ્થિતિ અને રાજ્યો દ્વારા નકકી કરાશે

તેમજ હોલ મહત્વનો મુદ્દો છે. ભાજપને રાજકીય રીતે હટાવીને દેશની લોકશાહીને બચાવવી. ભાજપ સામે લડવા આપણે એક વ્યાપક વ્યૂહરચના તૈયાર કરવી પડશે, અમારે સંયુકત વિપક્ષની જરૂર છે, મકકમ વિકલ્પની આવશ્યકતા છે તેમણે ઉમેર્યું કે શરદ પવાર સાથેની તેમની મુલાકાત ભાજપને હરાવવા માટેનો એકશન પ્લાન બનાવવાની હતી. ઉપરાંત મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ‘ભાજપની ટીઆરપી’ હોવાનો પણ આરોપ મુકયો હતો.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર પોતાનો સમય બગાડે છે અને ભાજપને વધુને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે પરતું આ બાબત સહન નહીં કરીએ. ગોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણી પછી જનતાનો જનાદેશ ભાજપને નહીં, કોંગ્રેસને હતો પરંતુ સરકાર ભાજપે બનાવી, મને મતોનું વિભાજન નથી જોઈતું પરંતુ કોઈ એક રાજકીય પક્ષ રાષ્ટ્ર કરતા તો મોટો નથી જ. તેમણે ભાજપ પર પણ ‘સમાજનું વિભાજન’ કરવાનો આક્ષેપ મુકયો હતો.

તો મમતા બેનર્જીના નિવેદનો પર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, પૂર્વ સીએમ અશોક ચવ્હાલ અને વિધાનસભાના પક્ષના નેતા બાબાસાહેબ થોરાટે સહિતના કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. મમતા બેનર્જી બે દિવસની મુંબઈની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે પણ મુલાકાત કરી હતી. તેઓને મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત લેવાની હતી પરંતુ તે અમુક કારણોસર રદ કરાઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement