‘ગદ્દર-2’નું શૂટિંગ શરૂ: તસવીર જોઈ ફેન્સને જૂની યાદો તાજી થઈ

02 December 2021 05:20 PM
Entertainment India
  • ‘ગદ્દર-2’નું શૂટિંગ શરૂ: તસવીર જોઈ ફેન્સને જૂની યાદો તાજી થઈ

મુંબઈ: સની દેઓલ અને અમિષા પટેલને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ગદર: એક પ્રેમકથા’ ખુબ લોકપ્રિય થઈ હતી. હવે આ ફિલ્મની સિકવલ ‘ગદર-2’ને લઈને ચર્ચા છે. ખબર છે કે ‘ગદર-2’નું શૂટિંગ શરૂ થઈ ચૂકયું છે અને તેની સાથે સંલગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. અભિનેત્રી અમિષા પટેલે ખુદે ફિલ્મના મુહૂર્ત શોટની તસવીર શેર કરી છે.
Gadar 2 | Shooting of 'Gadar 2' begins, Sunny Deol and Amisha Patel will be  seen romancing again after a year. NTOI - New Times Of India
સની દેઓલ અને અમિષા પટેલના લુક જોઈને ફેન્સને જૂની ‘ગદર’ વાળી યાદો તાજી થઈ ગઈ છે. તસવીરમાં સની જાટ શીખના રૂપમાં દમદાર નજરે પડે છે તો સકીનાના રોલમાં અમિષા પણ ઓરેંજ રંગના ડ્રેસમાં સુંદર દેખાઈ રહી છે. તેમની સાથે ડાયરેકટર અનિલ શર્મા પણ નજરે પડે છે. ફિલ્મનું શૂટિંગ 1 ડિસેમ્બરથી હિમાચલ પ્રદેશમાં શરૂ થઈ ચૂકયું છે. ઉત્કર્ષ આ ફિલ્મમાં સની અને અમિષાના પુત્રના રોલમાં જોવા મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement