કોંગ્રેસને 300 બેઠકો મળે તેમ લાગતુ નથી: આઝાદની ભવિષ્યવાણી

02 December 2021 05:41 PM
India Politics
  • કોંગ્રેસને 300 બેઠકો મળે તેમ લાગતુ નથી: આઝાદની ભવિષ્યવાણી

આર્ટિકલ 370 મામલે જાહેરમાં મૌન રહેવું વધુ યોગ્ય ઠેરવતા આઝાદ

નવી દિલ્હી તા.2
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે બુધવારે જણાવ્યું હતું કે તેમને નથી લાગતું કે તેમનો પક્ષ આગામી લોકસભાની ચૂંટણીમાં 370 બેઠકો મેળવી શકે. હાલની સ્થિતિને જોતાં તેમણે આવું નિવેદન આપ્યું હતું.

આર્ટિકલ 370 પર જાહેરમાં તેમનાં મૌનને યોગ્ય ઠેરવતા આઝાદે ઉમેર્યું કે માત્ર સુપ્રીમ તેમજ કેન્દ્ર જ આ મામલે કોઈ નિર્ણય લઈ શકે. તેઓએ પુંચ જિલ્લાનાં કૃષ્ણા ઘાટી વિસ્તારમાં યોજાયેલ એક ટેલીમાં જણાવ્યું હતું કે, ભાજપ હવે આ બાબતે કંઈ ન કરી શકે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ હાલ પુંછ અને રાજૌરીનાં પ્રવાસે છે ત્યારે તેમણે એમ પણ ઉમેર્યું કે હું ખોટુ વચન આપીશ નહીં પરંતુ હાલ મને નથી લાગતું કે અમે 2024માં 300 સાંસદો મેળવી શકીશું. તેમનાં નિવેદનની એનસી ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ટીકા કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement