મિર્ઝાપુર વેબ સિરીઝના અભિનેતા બ્રહ્મા મિશ્રાનું શંકાસ્પદ સંજોગોમાં મોત, વર્સોવાના ઘરેથી મૃતદેહ મળ્યો, આકસ્મિક અવસાનથી ટીમ આઘાતમાં

02 December 2021 06:52 PM
Entertainment India
  • મિર્ઝાપુર વેબ સિરીઝના અભિનેતા બ્રહ્મા મિશ્રાનું શંકાસ્પદ સંજોગોમાં મોત, વર્સોવાના ઘરેથી મૃતદેહ મળ્યો, આકસ્મિક અવસાનથી ટીમ આઘાતમાં
  • મિર્ઝાપુર વેબ સિરીઝના અભિનેતા બ્રહ્મા મિશ્રાનું શંકાસ્પદ સંજોગોમાં મોત, વર્સોવાના ઘરેથી મૃતદેહ મળ્યો, આકસ્મિક અવસાનથી ટીમ આઘાતમાં

મુંબઈ :
એમેઝોન પ્રાઇમની કલ્ટ વેબ સિરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાના નજીકના સાથીનો રોલ કરનાર અભિનેતા બ્રહ્મા મિશ્રાનું અચાનક અવસાન થયું. ૩૬ વર્ષીય બ્રહ્મ મિશ્રાના અવસાનથી મનોરંજન જગતમાં શોકનું મોજુ છે. પોલીસે વર્સોવામાં તેમના ફ્લેટમાંથી બ્રહ્મા મિશ્રાની લાશ સડી ગયેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બ્રહ્માના મૃત્યુથી મિર્ઝાપુરની આખી ટીમ આઘાતમાં છે.

શ્રેણીના નિર્માતા એક્સેલ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર લખ્યું - બ્રહ્મસ્વરૂપ મિશ્રાના આકસ્મિક નિધનથી અમને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. વેબ સીરિઝમાં બ્રહ્માએ કાલીન ભૈયા એટલે કે અખંડાનંદ ત્રિપાઠીના નોકરની ભૂમિકા ભજવી હતી, જે મુન્ના ત્રિપાઠીની ખૂબ નજીક છે. મિર્ઝાપુર 2 માં, બ્રહ્મા મિશ્રાનું પાત્ર કાલીન ભૈયાના હાથે મૃત્યુ પામે છે.


Related News

Loading...
Advertisement
Advertisement