જેતપુરના લક્ષ્મણધારા પ્લોટિંગમાંથી રૂા.60 હજારની લોખંડની પ્લેટ ચોરાઈ

03 December 2021 11:36 AM
Rajkot Crime
  • જેતપુરના લક્ષ્મણધારા પ્લોટિંગમાંથી રૂા.60 હજારની લોખંડની પ્લેટ ચોરાઈ

ત્રણથી ચાર શખ્સો ચોરી કરી જતા સીસીટીવીમાં નજરે પડ્યા:પોલીસમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટ,તા.3
જેતપુરના બોરડી સમઢીયાળામાં રહેતા નિલેશભાઇ મનસુખભાઇ મકવાણા(ઉ.વ.28)નામના યુવાનની રૂ.60 હજારની બાંધકામની પ્લેટો ત્રણથી ચાર શખ્સો ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

નિલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છું અને બાંધકામનો ધંધો કરૂ છું.તા.27/11ના રોજ હું તથા મારા પિતાજી મનસુખભાઈ અમારા બાંધકામના મજુરી કામ સબબ જુનાગઢ રોડ,જલારામ મંદીર પાસે,જેતપુર ખાતે અમારા બાંધકામની લોખંડની પ્લેટો નંગ.120 રાખેલ હતી.જે તા.28/11ના સાંજના પાચેક વાગ્યા સુધી અમો ત્યાં કામે હતા ત્યારે આ પ્લેટો જે તે સ્થિતીમાં પડેલ હતી.

ત્યારબાદ તા.29/11ના સવારના આશરે નવેક વાગ્યાના વખતે હું તથા મારા પિતાજી મનસુખભાઇ અમારા બાંધકામના મજુરી કામ સબબ જેતપુર ખાતે અમારા બાંધકામની લોખંડની પ્લેટો નંગ.120 રાખેલ હતી જે પ્લેટો જોતા ઓછી જણાયેલ જેથી આ પ્લેટો ગણી જોતા ફક્ત 60 પ્લેટો હોય અને પ્લેટો માં નંગ .60 ઓછી હોય જેથી આ પ્લેટો નંગ .60 ની કોઇએ ચોરી કરેલાનુ જાણવા મળ્યું હતું.

અમોએ આજુબાજુ તપાસ કરતા આ લોખંડની 60 પ્લેટો કયાંય મળેલ નહી અને આ લોખંડની પ્લેટોની એક નંગની કિ.રૂ.1000 છે અને ત્યારબાદ સી.સી.ટી.વી જોતા કોઇ અજાણ્યા ત્રણ-ચાર ચોર આ લોખંડની પ્લેટો લઈ જતા જોવામાં આવેલ ત્યારબાદ અજાણ્યા શખ્સોની તપાસ કરતા કાંઇ જાણવા મળેલ નહીં અને જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement