સૌરાષ્ટ્રમાં સંક્રમણ વધ્યુ : ફરી 10 પોઝીટીવ કેસ : એકનું મોત

03 December 2021 12:29 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં સંક્રમણ વધ્યુ : ફરી 10 પોઝીટીવ કેસ : એકનું મોત

રાજકોટ 5, ભાવનગર 3, ગીર સોમનાથ, જામનગર જિલ્લામાં 1-1 કેસ : ધોરાજીના જમનાવડમાં 9 વર્ષનો બાળક સંક્રમિત

રાજકોટ, તા. 3
શિયાળાની ઋતુમાં વાતાવરણમાં બદલાવ સાથે કોરોના સંક્રમણમાં ફરી વધારો થવા લાગતા છેલ્લા ર4 કલાકમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં કુલ 10 પોઝીટીવ કેસ સાથે રાજકોટમાં એક દર્દીનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં 5, ભાવનગર 3, ગીર સોમનાથ-જામનગર જિલ્લામાં 1-1 પોઝીટીવ મળી કુલ 10 પોઝીટીવ કેસ નોંધાયા છે.

રાજકોટ જિલ્લામાં ગઇકાલે કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારના કેવડાવાડી નજીક પલંગ ચોકમાં રહેતો 48 વર્ષીય પુરૂષ, પાંચીયાવદર ગામે 16 વર્ષનો તરૂણ, ગોંડલ શહેરનો 29 વર્ષીય યુવાન તેમજ ધોરાજીના જમનાવડમાં 63 વર્ષીય દાદી અને તેનો 9 વર્ષીય પૌત્ર સંક્રમિત થયા છે.

રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં એક કેસ નોંધાયો છે, જે અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો.લલિત વાંજાએ જણાવ્યું છે કે, પલંગ ચોકમાં રહેતો 48 વર્ષીય પુરૂષ સંક્રમિત થતા તેના સંપર્કમાં આવેલા 50થી વધુ લોકોનો ટેસ્ટ કરવા મનપાની આરોગ્ય ટીમે તજવીજ હાથ ધરી છે, આ દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, તેણે વેકસીનના બંને ડોઝ લઇ લીધેલા છે. હાલ તબીયત સ્થિર હોવાથી હોમ આઇસોલેટ છે.

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડે જણાવ્યું કે, રાજકોટ જિલ્લાના ગોંડલ અને ધોરાજી તાલુકામાં કોરોનાના નવા બે-બે કેસ નોંધાયા છે. જેમાં ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામે 16 વર્ષનો તરૂણ અને ગોંડલ શહેરનો 29 વર્ષીય યુવાન સંક્રમિત થયા છે. ઉપરાંત ધોરાજીના જમનાવડમાં 63 વર્ષીય દાદી અને તેનો 9 વર્ષીય પૌત્ર સંક્રમિત થતા રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલ લોકોનો ટેસ્ટ કરવા અને સરવેલન્સની કામગીરી હાથ ધરાઈ છે.

આજે જિલ્લામાં નોંધાયેલા પાંચમાંથી એક પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાના કારણે લોકલ સ્તરે સંક્રમણ વધ્યાનો ભય છે. કોર્પોરેશન વિસ્તારમાં હાલ 10 એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં 42881 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે, ગ્રામ્ય વિસ્તારમાં 7 એક્ટિવ કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 14934 પર પહોંચી છે.

ભાવનગર
ભાવનગરમાં સતત સાતમા દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આજે ભાવનગરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 11 એ પહોંચી છે. ગુરૂવારે ભાવનગર શહેરમાં 2 અને જિલ્લામાં કોરોનાનો એક- નવો કેસ નોંધાયો હતો. જિલ્લામાં આજના ત્રણ નવા કેસ થી એકિટવ કેસનો આંક વધી ને 11 એ પહોંચ્યો છે. શહેરમાં પાંચ અને ગ્રામ્યનો બે એક્ટિવ કેસ છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. પરંતુ સતત સાતમા દિવસે જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement