જામનગર : આફ્રિકાથી આવેલા આધેડને કોરોના થતાં તંત્રમાં દોડધામ

03 December 2021 02:11 PM
Jamnagar Gujarat
  • જામનગર : આફ્રિકાથી આવેલા આધેડને કોરોના થતાં તંત્રમાં દોડધામ

આફ્રિકામાં ઓમીક્રોન વેરિયન્ટના કેસ હોવાના કારણે તેને આ વેરિયન્ટનો ચેપ છે કે કેમ તે જાણવા નમુના લઇ પૂનાની લેબમાં મોકલાયા: તકેદારી રૂપે સંપર્કમાં રહેલ અન્ય 10 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાઇ: પોઝીટીવ રિપોર્ટ ધરાવનાર આધેડને તકેદારીરૂપે જી.જી.કોવિડ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા, જ્યાં તબિયત સામાન્ય

જામનગર તા.3
કર્ણાટક ખાતેથી એક સાથે ખુબ જ ઘાતક ગણાતા નવા ઓમીક્રોન વોરીયંટના બે શંકાસ્પદ કેસ નોંધાતા ભારતભરમાં ચિંતા પ્રસરી ગઈ છે. આ મહામારી સામે દેશભરનું આરોગ્ય તંત્ર દ્વારા મથામણ શરૂ થઈ છે ત્યારે જામનગરથી પણ માઠા સમાચાર સામે આવ્યા છે. બુધવારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હાલ એક આધેડ દર્દી પોઝીટીવ આવતા તેઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવ જાહેર થયેલ દર્દીને ઓમીક્રોન વેરિયન્ટ છે કે કેમ? તે જાણવા જી.જી.હોસ્પિટલ તંત્રએ દર્દીના જરૂરી નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયંટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રહેશે.

જામનગરમાં ગઇકાલે વધુ એક પોઝીટીવ દર્દી નોંધાયો છે. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ચાર દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ ગઇકાલે આ ચિંતા બેવડાઈ હતી. કારણ કે કોરોનાનો નવો વેરીયન્ટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ખુબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વેરીયન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે બુધવારે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમીક્રોન વેરીયન્ટ શંકાસ્પદ જાહેર થયો છે.

જી.જી.હોસ્પિટલમાં પોઝીટીવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા બેવડાઈ છે. જો કે હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરાયેલા આ દર્દીની સ્થિતિ હાલ સામાન્ય હોવાનું અને તેને ઓક્સિજન કે અન્ય કોઇ સઘન સારવારની જરૂર નહીં હોવાનું હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું.

મળતી વિગત અનુસાર આફ્રિકાથી આવેલ 53 વર્ષિય આઘેડનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ ઉપર આવેલી સોસાયટીમાં જ્યાં તે સંબંધીના ઘરે આવેલ છે તે ઘરના અને આ આઘેડની સાથે આવેલા મળીને અન્ય 10 વ્યક્તિઓને તકેદારીરૂપે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement