કર્મચારીને ચુકવવાનાં નાણાંં બાબતે હાઈકોર્ટેનાં આદેશનો અમલ ન થતાં લોરિયલ કંપની સામે કન્ટેમ્પટ રિટ દાખલ

03 December 2021 02:26 PM
Ahmedabad Gujarat
  • કર્મચારીને ચુકવવાનાં નાણાંં બાબતે હાઈકોર્ટેનાં આદેશનો અમલ ન થતાં લોરિયલ કંપની સામે કન્ટેમ્પટ રિટ દાખલ

* સેલિબ્રિટીઝઓને જાહેરાત માટે કરોડો આપતી કંપની કર્મચારીનાં 2-3 લાખ ચુકવતી નથી: અરજદારની દલીલ

* સરકાર યોગ્ય માહિતી મેળવી આગામી સુનવણીમાં રજૂ કરશે

અમદાવાદ,તા.3
મહિલા વર્ગમાં ખુબ જ જાણીતી સોંર્ધ્યપ્રસાધનો બનાવવી કંપની લોરિયલ અને તેમનાં કર્મચારીઓ વચ્ચેનો વિવાદ ચર્ચારપદ બન્યો છે. આ કંપનીનાં કર્મચારીઓ કંપની પાસેથી લેવાનાં નીકળતાં નાણાં મેળવવા માટે હાઈકોર્ટે સુધી પહોંચ્યા છે. કર્મચારીઓને હાઈકોર્ટમાં કન્ટેમ્પટ ની રિટ કરી છે.

આ મામલાની સુનવણી વખતે અરજીકર્તા તરફથી હાજર વકીલે એવી ટકોર કરી છે કે, આ કંપની જાહેરાતો માટે સેલિબ્રિટીઓને તો ગમે તેટલાં નાણાં ચુકવવા તૈયાર છે પરંતુ અરજદારો કે જેઓ નાણાં મેળવવા પાત્રતા ધરાવે છે. તેમાં બે -ત્રણ લાખ રૂ। પણ ચુકવણી નથી.આ ખુબ જ જાણીતી કંપનીને આટલી નાની રકમ ચુકવવામાં કોઈ તકલીફ પડી શકે તેવું પણ નથી.

જો કે, આ દલીલનાં પગલે ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ.જો.શાસ્ત્રીની બેચે હળવી ટકોર કરતાં જણાવ્યું કે આ કંપની મહિલાઓના મેક-અપની વસ્તુ બનાવે છે ને?અને તો માત્ર તેની જાહેર ખબરોનાં હોર્ડિંગ્સ જ જોયા છે આ મામલાનાં લેબર કોર્ટે ઈસ્યુ કરેલ રિકવરી સર્ટિફિકેટ મુજબ કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટેના સિંગલ જે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને આદેશ આપ્યો છે. કે જેમાં 9 માસનાં કાયદાકીય રીતે પગલાં લેવા બાબતે પણ જણાવાયું છે પરંતુ આ કાર્યવાહી આગળ ન વધતા અરજદારે હાઈકોર્ટનાં બારણાં ખખડાવી કન્ટેમ્પટની અરજી કરી છે.

આ કેસની સુનવણીમાં એવી રજુઆત કરાઈ કે, જિલ્લા કલેકટરો યોગ્ય કાર્યવાહી કરી નથી. ત્યારે ચીફ જસ્ટિસની બેચે ટકોર કરતાં જણાવ્યું કે સિંગલના આદેશમાં ડીડીઓનો ઉલ્લેખ છે. કલેકટરનો નથી. તેથી તેમની સમક્ષ કન્ટેમ્પટ કેવી રીતે શકય છે? જો કે, એ પછી અરજદારે ફરી દલીલ કરતાં કહ્યું કે, પ્રતિસાદ કંપનીના પ્રોપર્ટી પુણેમાં છે જેનું રિકવરી સર્ટી કલેકટર ટ્રાન્સફર કર્યું છે ેતેવી તેમની જવાબદારી આવે છે.

આ બાબતે હાઈકોર્ટે ઉમેયું કે, 2019નાં આદેશ છતા તેની અમલવારી થઈ નથી હવે નહી જ થાય તો વલસાડ જિલ્લાના કલેકટર સામે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરી શકશું જો કે રાજય સરકારે બચાવ કરવા ઉમેયું કે, આગામી સુનવણીમાં અને યોગ્ય માહિતી મેળવી રજુ કરશું. કોર્ટે આગણની સુનવણી 9 ડિસેમ્બર સુધી મોકુફ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement