મથુરાના યમુના એકસપ્રેસ-વે પર ગોઝારો અકસ્માત: પાંચ જવાનોના મોત

03 December 2021 02:40 PM
India
  • મથુરાના યમુના એકસપ્રેસ-વે પર ગોઝારો અકસ્માત: પાંચ જવાનોના મોત

દિલ્હી, તા.3
મથુરા જિલ્લાના યમુના એકસપ્રેસ-વે પર આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓસહિત પાંચ લોકોના મોત થયા હતા. યમુના એકસપ્રેસ-વેના માઈલસ્ટોન 80 પર એક પુલ સાથે ભટકાઈ બેકાબુ બોલેરો બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી.

આમાં સવાર મુખ્ય કોન્સ્ટેબલ ભવાનીપ્રસાદ, મહિલા કોન્સ્ટેબલ હીરા દેવી, ડ્રાઈવર જગદીશ, પોલીસ મિત્ર રવિ કુમારનું મૃત્યુ થયું હતું. જ્યારે કોન્સ્ટેબલ કમલેન્દ્ર યાદવનું સારવાર દરમિયાન મોત થયું હતું. મુખ્ય કોન્સ્ટેબલ રતિરામ, ધર્મેન્દ્રકુમાર અને પ્રીતિ ઘાયલ થયા હતા.

મધ્યપ્રદેશના ટીકમગઢના ભુડેરા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ અપહરણ કરાયેલી બાળકીને પરત લેવા હરિયાણાના બહાદુરગઢ જઈ રહી હતી. માહિતી મળ્યા બાદ સુરીર પોલીસ મૃતદેહનો કબજો લીધો અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે સવારે ઘટના બાદ યમુના એકસપ્રેસ-વેની એક લાઈન વાહનોની લાંબી લાઈનથી જામ થઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement