શેરબજાર ફરી મંદીમાં ધકેલાયું: 774 પોઈન્ટનો કડાકો

03 December 2021 04:00 PM
Business
  • શેરબજાર ફરી મંદીમાં ધકેલાયું: 774 પોઈન્ટનો કડાકો

ઓમિક્રોનનો નવેસરથી ગભરાટ: રીલાયન્સ સહિતના હેવીવેઈટ શેરો ગગડયા

મુંબઈ તા.3
મુંબઈ શેરબજારમાં બે દિ’ની જોરદાર તેજીના ફુગ્ગામાંથી આજે હવા નીકળી ગઈ હોય તેમ ઉછાળે આક્રમક વેચવાલી નીકળતા સેન્સેકસ 700 પોઈન્ટ ગગડયો હતો અને ફરી 58000ની નીચે સરકી ગયો હતો.

વિશ્વબજારના પ્રોત્સાહક અહેવાલો વચ્ચે પ્રારંભીક કામકાજમાં માર્કેટ ગ્રીનઝોનમાં રહ્યા બાદ ઉછાળે વેચવાલી આવવા લાગી હતી. ખાસ કરીને હેવીવેઈટ શેરો ભારે દબાણમાં આવશે. સમગ્ર બજારનું મોરલ ખરડાવવા લાગ્યુ હતું. વિશ્વમાં ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાવા લાગ્યો હોવાના અને અનેક દેશો પ્રતિબંધ નિયંત્રણો લાદવાની તૈયારીમાં હોવાના સંકેતો ઉપસતા નવેસરથી ગભરાટ સર્જાવા લાગ્યો હતો. વિદેશી નાણાંસંસ્થાઓની વેચવાલીનું પણ દબાણ વર્તાયુ હતું.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ઓમિક્રોન ફરી અનિશ્ર્ચિતતાનો માહોલ સર્જાયો છે. અર્થવ્યવસ્થા પર અસર થવાના ભણકારા છે. અટકળો-આશંકાઓને કારણે માર્કેટ દબાણ હેઠળ આવ્યુ હતું. બાકી ઓપેક રાષ્ટ્રોએ ઉત્પાદન વધારાનો નિર્ણય લેતા ક્રુડના ભાવ નીચા આવવા જેવા કારણોની કોઈ સાનુકુળ અસર થઈ શકી ન હતી.

ક્રુડતેલ સસ્તુ થવાને પગલે ભારત પેટ્રો, ઈન્ડીયન ઓઈલ, ઓએનજીસી જેવા શેરોમાં કરંટ હતો. ઈન્ડીયન એનર્જી ઈન્ડેકસ લાર્સન, ટીસ્કો જેવા અન્ય અમુક શેરોમાં સુધારો હતો. રીલાયન્સ, એચડીએફસી, કોટક બેંક, મહીન્દ્ર, મારુતી, નેસલે, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટેક મહીન્દ્ર, ટાઈટન, એશિયન પેઈન્ટસ, બજાજ ફીનસર્વિસ, ભારતી એરટેલ, શ્રી સિમેન્ટ જેવા શેરોમાં કડાકો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 774 પોઈન્ટ ગગડયો હતો અને 57687 સાંપડયો હતો. તે ઉંચામાં 58757 તથા નીચામાં 57680 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 210 પોઈન્ટ ગગડીને 17191 હતો તે ઉંચામાં 17489 તથા નીચામાં 17188 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement