કાલે શનિવારે અમાસ: મહાત્મ્ય

03 December 2021 04:20 PM
Rajkot Dharmik
  • કાલે શનિવારે અમાસ: મહાત્મ્ય

કાલે શનિવારે તા.4-12ના કારતક વદ અમાસ એટલે કે શનિવારી અમાસ છે. આ દિવસે જે લોકોને નાની - મોટી પનોતી ચાલી રહી છે મિથુન , તુલા , રાશિ ને લોઢાના પાયે નાની પનોતી ચાલું છે તથા ધન, મકર, કુંભ, રાશિના લોકોને મોટી પનોતી ચાલી રહી છે. તેમાં પણ કુંભ રાશિના લોકોને લોઢાના પાયે મોટી પનોતી તથા મિથુન તુલા રાશી ના લોકો ને લોઢા ના પાયે નાની પનોતી ચાલે છે.

આ લોકોએ આ દિવસે ખાસ કરી શનિ કવચના પાઠ કરવા તે ઉપરાંત શનિ ગ્રહના મંદિરે જઈ અને પગે લાગવું. શનિ ગ્રહના મંત્રના જાપ કરવા તે ઉપરાંત બધા જ લોકોએ હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીના દર્શન કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા તો ઘરે હનુમાન ચાલીસાના પાઠને સુંદરકાંડના પાઠ કરી શકાય તથા હનુમાનજી પાસે સરસવના તેલનો દીવો કરવો ગરીબ લોકોને ધાબરાનું દાન પગરખાનું દાન આપવું ઉત્તમ રહેશે. આમ, કરવાથી જન્મ કુંડળીમાં રહેલ શનિ ગ્રહ અથવા તો પનોતીમાંથી ગ્રહની પીડામાંથી રાહત મળશે અને શનિગ્રહનું શુભ ફળ મળશે તથા કારતક મહિનો ચાલી રહ્યો હોવાથી કારતક મહિનાની અમાસ હોવાથી આ દિવસે પિતૃ કાર્ય કરાવવું તથા પિતૃઓને તર્પણ પીંડ દાન દેવું પણ શુભ ફળ આપનાર બનશે જે લોકોની જન્મ કુંડળીમાં શનિ ચંદ્રનો વિષ યોગ હોય શનિ-રાહુનો શ્રાપિત દોષ હોય. અથવા તો તને અને રાહુ ગ્રહની પીડા હોય
તો તેઓ આ દિવસે હનુમાનજી ડી મહાદેવજીની ઉપાસના કરવી જપ પાઠ કરવા પીડામાંથી રાહત આપનાર બનશે તેમ શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)એ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement