"ભારત ગૌરવ ટ્રેન” રાજકોટ મંડળના પ્રવાસન સ્થળોને જોડશે: લોકો દેશની સંસ્કૃતિ અને વારસાને નજીકથી જોઈ અને સમજી શકશે

03 December 2021 04:22 PM
Rajkot Saurashtra
  • "ભારત ગૌરવ ટ્રેન” રાજકોટ મંડળના પ્રવાસન સ્થળોને જોડશે: લોકો દેશની સંસ્કૃતિ અને વારસાને નજીકથી જોઈ અને સમજી શકશે

ભારત ગૌરવ ટ્રેનમાં બે ગાર્ડ બ્રેક વાન સહિત ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 20 કોચ ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળા માટે બુક કરાવી શકે છે

રાજકોટ, તા.3
ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત ગૌરવ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે, પ્રવાસન ક્ષેત્રના વ્યાવસાયિકો તેમજ અન્ય રસ ધરાવતા સેવા પ્રદાતાઓ આ ટ્રેનને સરળ પ્રક્રિયાઓ અપનાવીને બુક કરી શકે છે અને જરૂરિયાત મુજબ તેનો ઓપરેટિંગ રૂટ નક્કી કરી શકે છે.

રાજકોટ રેલવે ડિવિઝન હેઠળના પર્યટન સ્થળો જેમ કે ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, વાંકાનેર, થાન અને સુરેન્દ્રનગરને "ભારત ગૌરવ ટ્રેન” દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાઈને ચલાવી શકાય છે. દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત ગૌરવ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી લોકો દેશની સંસ્કૃતિ અને વારસાને નજીકથી જોઈ અને સમજી શકશે. ભારત ગૌરવ ટ્રેનની સુવિધા પશ્ચિમ રેલવે અધિકાર ક્ષેત્ર દ્વારા પણ પૂરી પાડવામાં આવી રહી છે.

આ માટે કોઈપણ ટૂર ઓપરેટર ભારત ગૌરવ ટ્રેનને લીઝ પર લઈ શકશે અને ભાડું જાતે નક્કી કરી શકશે. પ્રવાસન ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે, અન્ય સેવા પ્રદાતાઓ પણ સરળ પ્રક્રિયા અપનાવીને આ ટ્રેન બુક કરાવી શકે છે. આ સાથે તેના ઓપરેશનલ રૂટ પણ નક્કી કરી શકાય છે. ભારત ગૌરવ ટ્રેનમાં બે ગાર્ડ બ્રેક વાન સહિત ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 20 કોચ ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળા માટે બુક કરાવી શકાય છે. ભારત ગૌરવ ટ્રેન સંબંધિત

વધુ માહિતી, નોંધણી અને બુકિંગ માટે ભારતીય રેલ્વેની વેબસાઈટ ૂૂૂ.શક્ષમશફક્ષફિશહૂફુત.લજ્ઞદ.શક્ષ પર જવું પડશે. ટ્રેન બુકિંગ અને પશ્ચિમ રેલવેની વિશેષ માહિતી માટે, મુખ્યાલય ચર્ચગેટના સંપર્ક નં.90044 90952 પર સંપર્ક કરી શકાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement