ઓમિક્રોન 30 દેશોમાં ફેલાયો: નોર્વેમાં ક્રિસમસ પાર્ટી કરનારા એક સાથે 50 સંક્રમિત

03 December 2021 04:48 PM
India
  • ઓમિક્રોન 30 દેશોમાં ફેલાયો: નોર્વેમાં ક્રિસમસ પાર્ટી કરનારા એક સાથે 50 સંક્રમિત

નવી દિલ્હી તા.3
કોરોનાના નવા ઓમિક્રોન વેરીએન્ટના સકંજામાં વિશ્ર્વના વધુને વધુ દેશો સપડાવા લાગ્યા છે. ભારત સહિત દુનિયાના 30 દેશોમાં વાઈરસનો પગપેસારો થઈ જતા સર્વત્ર એલર્ટની આલબેલ શરુ થઈ છે. ઓમિક્રોનનો ચેપ ડેલ્ટા કરતા અતિ ઝડપે ફેલાતો હોવાનું વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યુ છે ત્યારે તેનુ સંક્રમણ રોકવા માટે વિશ્ર્વના અનેક દેશો નવા નિયંત્રણો-પ્રતિબંધો મુકવાનું વિચારવા લાગ્યા છે.

દક્ષિણ આફ્રિકાએ લેવલ-1 લોકડાઉન લાગુ પાડી જ દીધુ છે. અન્ય અનેક દેશોની ઉંઘ હરામ થઈ છે. દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ ઓળખાયેલો આ વાયરસ બ્રિટન, જર્મની, બેલ્જીયમ, બોત્સવાના સહિતના દેશોમાં પહોંચી જ ગયો હતો. અમેરિકા તથા ભારતમાં પણ એન્ટ્રી કરી લીધી હતી. નિષ્ણાંતોએ કહ્યું કે ભલે વાયરસ ગંભીર ન હોય અને હળવા લક્ષણો ધરાવતો હોય પરંતુ તેનાથી સંક્રમીત લોકોને કવોરન્ટાઈન-સારવાર વગેરે કરાવવા જ પડશે એટલે દેખીતી રીતે અર્થતંત્ર પર અસર વર્તાશે. ચાર-પાંચ દિવસથી નાણાબજારોમાં ઉથલપાથલ દેખાવા લાગી જ છે.

દરમ્યાન નોર્વેના પાટનગર ઓસ્લોમાં ઓમિક્રોનના 50 કેસ નોંધાયા છે. નોર્વેની કંપનીએ ક્રિસમસ પાર્ટી રાખી હતી. તેમાં સામેલ થનારા મોટાભાગના સંક્રમીત થયા હતા. પાર્ટીમાં ગયેલા લોકોની સઘન શોધખોળ શરુ કરવામાં આવી છે. વધુ કેસો બહાર આવવાની આશંકા છે.


Related News

Loading...
Advertisement
Advertisement