કેન્દ્ર-રાજ્ય ચૂંટણીપંચના અધિકારીઓ રાજકોટની લેશે મુલાકાત

03 December 2021 04:49 PM
Rajkot Gujarat
  • કેન્દ્ર-રાજ્ય ચૂંટણીપંચના અધિકારીઓ રાજકોટની લેશે મુલાકાત

EVM વેરહાઉસનું નિરીક્ષણ કરશે તેમજ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી ચૂંટણીની તૈયારીઓનો તાગ મેળવશે

રાજકોટ,તા. 3
રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરની 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા. 19મીએ યોજાનાર ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા કમર કસી દેવામાં આવી છે. આ ગ્રામ પંચાયતો અને આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષમાં કેન્દ્ર તેમજ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સંભવત: આગામી તા. 15મીના રાજકોટની મુલાકાત લેનાર છે.

આ સંદર્ભે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચનાં સીઈઓ તેમજ રાજ્ય અને કેન્દ્રનાં અધિકારીઓ રાજકોટ ખાતેની આ મુલાકાતમાં જોડાશે. આ અધિકારીઓ તેઓની સાથે બેઠક કરશે આ ઉપરાંત ઈવીએમ વેરહાઉસની મુલાકાત લઇ ચૂંટણીની તૈયારીઓનો તાગ મેળવશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીના પણ ઢોલ ઢબૂકનાર હોય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે અને મતદાર યાદીની પ્રસિધ્ધિ આગામી જાન્યુઆરી માસમાં કરવામાં આવનાર છે તે પૂર્વે ગ્રામ પંચાયતોની આ ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. હવે સંભવત: આગામી તા. 15ના રાજ્ય અને કેન્દ્રના ચૂંટણી પંચના અધિકારીઓ રાજકોટની મુલાકાત લઇ ચૂંટણીની તૈયારીઓનો તાગ મેળવશે.


Related News

Loading...
Advertisement
Advertisement