કોઠારિયા સોલવન્ટ પાસે વાડીમાં યુવતીએ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

03 December 2021 04:55 PM
Rajkot Crime
  • કોઠારિયા સોલવન્ટ પાસે વાડીમાં યુવતીએ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

યુવતી પાંચ માસથી રાજુ નામના શખ્સ સાથે પત્ની તરીકે રહેતી હતી:કારણ જાણવા પોલીસે તપાસ આદરી

રાજકોટ,તા.3
કોઠારિયા સોલવન્ટ નજીક આવેલી વાડીમાં મજૂરી કામ કરતી ગોધરાની યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ અને કોઠારિયા રોડની વચ્ચે આવેલી કબુભાઇ જીવણભાઇની વાડીમાં રહેતી ગોધરા પંથકની લીલા જીત્યાભાઇ રાઠવા (ઉ.વ. ર3) એ વાડીમાં વાયર વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. કોઇએ 108માં જાણ કરતા 108ના ઇએમટી દિવ્યાબેન બારડ સહિત સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ પરમારે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

મૃતક લીલા રાજુ નામના શખ્સ સાથે પત્ની તરીકે રહેતી હતી રાજુ લીલાને ગોધરાથી સાથે લઇને આવ્યો ત્યારે વાડી માલીક કબુભાઇને કહેલ કે આ મારી પત્ની છે કહી બંને વાડીમાં મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.બનાવનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ આદરી છે.બીજા બનાવમાં 80 ફૂટ રોડ સર્વોદય સ્કૂલની સામે રહેતા જયરામભાઈ મકરભાઈ ભોંય(ઉ.વ.50)નામના આધેડ પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતા તેઓને સિવિલમાં ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement