અથિયા રાહુલના હાથમાં હાથ નાખી ભાઈની ફિલ્મના પ્રીમીયરમાં પહોંચી!

03 December 2021 05:03 PM
Entertainment Sports
  • અથિયા રાહુલના હાથમાં હાથ નાખી ભાઈની ફિલ્મના પ્રીમીયરમાં પહોંચી!

સુનીલ શેટ્ટીના પરિવારમાં લગ્નની શરણાઈ વાગશે?

મુંબઈ: વિકી કૌશલ અને કેટરીના કૈફ બાદ હવે સુનીલ શેટ્ટીના પરિવારમાં પણ લગ્નની શરણાઈ વાગી શકે છે. ગત બુધવારે મુંબઈમાં ફિલ્મ ‘તડપ’નો ગ્રાન્ડ પ્રીમીયર શો યોજાયો હતો. આ ફિલ્મથી અથિયાનો ભાઈ અને સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે.

આ અવસરે બોલીવુડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા પણ કે.એલ.રાહુલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જીહા, સુનીલ શેટ્ટીની દીકરી અથિયા જયારે કે.એલ.રાહુલના હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી તો સૌની આંખો તેમના તરફ મંડાઈ હતી. બન્નેએ કેમેરા સામે સ્માઈલ સાથે પોઝ આપ્યા હતા. કે.એલ.રાહુલે અથિયાના ફેમિલી સાથે પણ ઘણા પોઝ આપ્યા. આ પ્રીમીયર શોમાં અહાનની ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ પણ હાજર હતી.

કે.એલ.રાહુલ અથિયા ઉપરાંત અથિયાના પપ્પા સુનીલ શેટ્ટી, મોમ માના શેટ્ટી, ભાઈ અહાન અને તેની ગર્લફ્રેન્ડ તાન્યા સાથે પણ ઘણા પોઝ આવ્યા. ઉલ્લેખનીય છે કે કે.એલ.રાહુલ અને અથિયાના અફેરની ચર્ચા ઘણા લાંબા સમયથી છે. ક્રિકેટરે 5 નવેમ્બર પોતાના સંબંધો ઓફીશ્યલ જાહેર કર્યા હતા તે દિવસે અથિયાનો બર્થડે હતો અને તે દિવસે રાહુલે એકટ્રેશને વિશ કરી તેની સાથેની કયુટ તસ્વીરો શેર કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement