હવે ગાંધીનગરના મહાત્મા મંદિર ઉદ્યાન, પ્રકૃતિ ઉદ્યાનમાં ફિલ્મોના શૂટીંગ કરી શકાશે

03 December 2021 05:13 PM
Gujarat
  • હવે ગાંધીનગરના મહાત્મા મંદિર ઉદ્યાન, પ્રકૃતિ ઉદ્યાનમાં ફિલ્મોના શૂટીંગ કરી શકાશે

નિર્માતાઓને શૂટીંગ મંજૂરી ખર્ચમાં વળતર સહિતના લાભો મળશે : ગુજરાતમાં ફિલ્મોના શૂટીંગ માટે પ્રવાસન નિગમે પ્રોત્સાહક સિનેમેટિક પોલિસીની જાહેરાત કરી

ગાંધીનગર,તા. 3
રાજ્યના પ્રવાસન નિગમને સૌપ્રથમ વખત ગાંધીનગર મહાત્મા મંદિર ઉદ્યાન અને પ્રકૃતિ ઉદ્યાન ને ફિલ્મ શૂટિંગ માટે ના ડેસ્ટિનેશન તરીકે ગણવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પણ પ્રવાસન નિગમ દ્વારા ફિલ્મોના નિર્માણ માટે પસંદ કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજય સરકાર ફિલ્મોના સ્થળોને પ્રોત્સાહિત કરવા સીનેમેટિક પોલિસી ની પણ જાહેરાત કરશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતના 100 જેટલા અલગ-અલગ ડેસ્ટિનેશન તરીકે શોધી કાઢ્યા છે . ત્યાં નિર્માતાઓ અને પ્રિ વેડિંગ કરનારા ફિલ્મકારો શૂટિંગ માટે ની પરવાનગી મેળવી કામગીરી કરી શકશે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા હવે ફિલ્મ ક્ષેત્રના પ્રોત્સાહન માટે તેને સીનેમેટીક પોલિસીની જાહેરાત કરવા જઇ રહી છે .જે અંતર્ગત કોઈપણ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક ને રાજ્ય સરકાર ફિલ્મ શૂટિંગની મંજૂરી ખર્ચમાં ડિસ્કાઉન્ટ તેમજ અન્ય ઈન્સેન્ટિવ આપશે અને આ માટે નવી પોલિસીનો ડ્રાફ્ટ મંજૂરીના આખરી તબક્કામાં હોવાના અહેવાલ છે.

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગુજરાતમાં હિન્દી ઉપરાંત ગુજરાતી અને અન્ય ભાષાઓના ફિલ્મોના શૂટિંગ માટે નાં પ્રવાસન વિભાગ દ્વારા જે લોકેશન નક્કી કરવામાં આવે છે. તેની ખાસ વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. જેથી ફિલ્મ નિર્માતાને તે લોકેશન નો અંદાજ આવી શકે અને તેના માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે જાહેર થનારી પોલિસીમાં રાજ્ય સરકાર કુલ ખર્ચમાં 10 થી 20 ટકાની સહાય ચૂકવશે અને પોલિસીમાં ટ્રાન્સપોર્ટેશન સહિતના અન્ય લાભ આપવાનું પણ પ્રવાસન વિભાગની વિચારણા હેઠળ હોવાના અહેવાલ છે.

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા જે લોકેશન નક્કી કરવામાં આવ્યા છે તેમાં ગાંધીનગર પાસેના અડાલજની વાવ, ઉત્તર ગુજરાતના મોઢેરા નું સૂર્ય મંદિર , અમદાવાદ સરખેજ ના રોજા કચ્છ અને જુનાગઢ બાલારામ સહિત સૌરાષ્ટ્રના અનેક ડેસ્ટિનેશન નો સમાવેશ કરવામાં આવે છે.આ ઉપરાંત પોલો ફોરેસ્ટ સાથે જામનગર નો પીરોટન ટાપુ ગીર નેશનલ પાર્ક ધોળાવીરા અને ભુજના કાળા ડુંગર નો પણ બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે નો સમાવેશ કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement