અરૂણાચલમાં ચીનની ઘુસણખોરી: ભાજપના જ બે સાંસદોનું ‘ટિવટ વોર’

03 December 2021 05:15 PM
India World
  • અરૂણાચલમાં ચીનની ઘુસણખોરી: ભાજપના જ બે સાંસદોનું ‘ટિવટ વોર’

અરૂણાચલના સાંસદને ટાંકીને ચીનના કબ્જાનું સુબ્રમણ્યમ સ્વામીનું ટવીટ: હાઈકમાંડની કફોડી હાલત

નવી દિલ્હી તા.3
ચીનની ઘુસણખોરી મુદે ભાજપના બે સાંસદો વચ્ચે જ જોરદાર તકરાર થતા હાઈકમાંડ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયું હતું. ભાજપના જ સીનીયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘુસણખોરી હોવાનું ટવીટ કર્યું હતું અને તેમાં અરુણાચલના ભાજપ સાંસદ તાપિર ગાઓને ટાંકયા હતા. તાપિરે જ મને અરુણાચલમાં ચીનની ઘુસણખોરીની વાત કરી છે. ચીનના સૈન્યએ મૈકમોહન રેખા પાર કરી લીધી છે તથા રાજયના દક્ષિણી ભાગોમાં ત્રણ સ્થળોએથી ઘુસણખોરી કરી છે. સુબ્રમણ્યમ સ્વામીની આ ટવીટથી અકળાયેલા ભાજપ સાંસદે એમ કહ્યું કે મારા કહેવાનો સ્વામીએ જુદો અર્થ કાઢયો છે. તેઓએ પણ ટવીટમાં એમ કહ્યું કે 1962ના યુદ્ધ વખતે ચીને બે-ત્રણ સ્થળે કબ્જો કર્યાનું કહ્યું હતું. શાસન દરમ્યાન કોઈ ઘુસણખોરી કે કબ્જો કર્યો નથી.


Related News

Loading...
Advertisement
Advertisement