ઠંડીનો દૌર શરૂ; સવારે 13.7 ડિગ્રી તાપમાન

03 December 2021 05:53 PM
Rajkot
  • ઠંડીનો દૌર શરૂ; સવારે 13.7 ડિગ્રી તાપમાન

હવામાં ભેજના વધારા સાથે દિવસભર વાતાવરણ ટાઢુબોળ

રાજકોટ, તા. 3
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર સાથે વાતાવરણમાં બદલાવ સાથે શિયાળાની ઋતુમાં આજે સૌપ્રથમવાર પારો નીચે ઉતરી 13.7 ડિગ્રીએ પહોંચતા કાતિલ ઠંડીનો દૌર શરૂ થવા લાગ્યો છે. રાજકોટ મહાનગરમાં આજે સવારે ન્યુનતમ તાપમાનનો પારો 13.7 ડિગ્રીએ પહોંચતા ઠાર અનુભવાયો હતો દિવસભર હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ ટાઢુબોલ રહ્યું હતું. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ સાથે દિવસભર ગરમ વસ્ત્રો પરિધાન કરવા પડે તેવી સ્થિતિમાં આજે શિયાળાની ઋતુમાં ઠંડીએ જોર પકડયું છે. આજે સવારે ન્યુનતમ તાપમાન 13.7 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા અને પવનની ગતિ સરેરાશ 6 કિ.મી. નોંધાઇ હતી. બપોરે મહતમ તાપમાન ર6.4 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 49 ટકા અને પવનની ગતિ સરેરાશ 14 કિ.મી. નોંધાઇ હતી. હવામાં ભેજના વધારા સાથે 14 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા દિવસભર ઠંડક અનુભવાઇ હતી. જોકે બે દિવસ બાદ આજે વાદળો વિખેરાતા સૂર્યપ્રકાશથી રાહત થઇ હતી લોકો દિવસભર સૂર્ય પ્રકાશમાં ઉભા રહેવાનું પસંદ કરતા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement