માર્કેટયાર્ડમાં પ્રથમ જ દિવસે નવનિયુક્ત ચેરમેનનો સપાટો: કર્મચારીઓ-વેપારીઓને ખાસ તાકીદ

03 December 2021 05:54 PM
Rajkot
  • માર્કેટયાર્ડમાં પ્રથમ જ દિવસે નવનિયુક્ત ચેરમેનનો સપાટો: કર્મચારીઓ-વેપારીઓને ખાસ તાકીદ
  • માર્કેટયાર્ડમાં પ્રથમ જ દિવસે નવનિયુક્ત ચેરમેનનો સપાટો: કર્મચારીઓ-વેપારીઓને ખાસ તાકીદ

વેપારીઓને હરરાજી બાદ સમયસર માલ ઉપાડી લેવાની સૂચના

રાજકોટ માર્કેટયાર્ડના નવનિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ આજે સવારના જ હરરાજી સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ પાસાઓની સમીક્ષા કરીને સૂચનાઓ આપી હતી. તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે સવારે આઠ વાગ્યે હરરાજીનો પ્રારંભ કરાવ્યા બાદ વિવિધ કામગીરીની ચકાસણી કરી હતી.

માર્કેટયાર્ડમાં દરરોજ ટનબંધ કૃષિચીજો ઠલવાતી હોય છે અને સેંકડો વાહનો તથા હજારો કર્મચારીઓની આવનજાવન હોય છે ત્યારે સાફસફાઈની ખાસ કાળજી રાખવાની તાકીદ કરી છે. કોરોનાના નવા ઓમિક્રોન વેરીએન્ટની ચિંતા ઉભી થવા લાગી છે. ભલે રાજકોટ કે ગુજરાતમાં કોઈ કેસ નથી પરંતુ મહામારીના જોખમને ધ્યાને રાખીને સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું શકય એટલું અસરકારક રીતે પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.

આ સિવાય કર્મચારીઓને નિયમિત રહેવાની ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત હરરાજીમાં માલની ખરીદી કર્યા બાદ નિયત સમયમર્યાદામાં માલ ઉપાડી લેવાની સૂચના આપી હતી જેથી જગ્યા ખાલી થઈ શકે અને નવો માલ ઉતારી શકાય.યાર્ડના ચેરમેનપદે કાર્યભાર સંભાળ્યા બાદ ગઈકાલે જ ચેરમેન જયેશ બોઘરા તથા વાઈસ ચેરમેન વસંત ગઢીયાએ સ્પષ્ટ કર્યુ હતું કે ખેડુતોની હિત જ સર્વોપરી રહેશે. યાર્ડને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા હરસંભવ પ્રયત્નો કરાશે.


Related News

Loading...
Advertisement
Advertisement