કેવડાવાડીના પલંગ ચોકના યુવાનને કોરોના સંક્રમણ થયું

03 December 2021 05:56 PM
Rajkot
  • કેવડાવાડીના પલંગ ચોકના યુવાનને કોરોના સંક્રમણ થયું

રાજકોટ, તા. 3
રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોનાનો વધુ એક કેસ વોર્ડ નં.14માંથી આવ્યો છે. મહાનગરમાં ગઇકાલે 1784 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. 48 વર્ષના પુરૂષે બંને ડોઝ લીધેલા છે અને તે હોમ આઇસોલેશનમાં છે. આ વોર્ડના કેવડાવાડી વિસ્તારના પલંગ ચોકમાં રહેતા પુરૂષને પોઝીટીવ નિદાન થયું હતું. તેણે બહારગામનો કોઇ પ્રવાસ પણ કર્યો નથી અને પરિવારના બે વયસ્કોએ પણ તેઓની સાથે બંને ડોઝ લઇ લીધા છે. જોકે 14 વર્ષના તરૂણને નિયમોને આધીન હજુ વેકસીન મળી નથી. તેમના સંપર્કના 51 લોકોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. શહેરમાંથી જ આ યુવાનને કોરોના સંક્રમણ લાગ્યાનું બહાર આવ્યું છે. આ સાથે શહેરમાં કુલ દર્દીઓનો આંકડો 42881 અને ડિસ્ચાર્જનો રેટ 98.91 ટકા થયો છે. તો 14.90 લાખ ટેસ્ટીંગમાં પોઝીટીવીટી રેટ 2.88 ટકા છે.


Related News

Loading...
Advertisement
Advertisement