મનપા વધુ 23 ઇજનેરોની ભરતી કરશે : બિનઅનામત જગ્યા માત્ર 2!

03 December 2021 06:03 PM
Rajkot
  • મનપા વધુ 23 ઇજનેરોની ભરતી કરશે : બિનઅનામત જગ્યા માત્ર 2!

સીવીલ અને મીકેનીકલ કેડરમાં મહિલા સહિતની અનામત જગ્યાઓ 21

રાજકોટ, તા. 3
રાજકોટ મહાપાલિકામાં મુખ્ય આરોગ્ય અધિકારીની ભરતી માટે અરજીઓ લેવાઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા વધુ 23 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કોર્પો.ની ટેકનીકલ પોસ્ટ નાયબ કાર્યપાલક ઇજનેર (સીવીલ)ની બે જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

તેમાં બંને જગ્યા અનામત કેટેગરીમાં આવે છે. સીવીલ આસી. ઇજનેરની 11 જગ્યામાં પણ સામાન્ય બીનઅનામત કોઇ જગ્યા નથી. ચાર જગ્યા આ.ન.વ., એક સા.શૈ.પછાત, 3 અનુજાતિ અને 3 અનુ જનજાતિની જગ્યા છે. મીકેનીકલ આસી. ઇજનેરની 3 જગ્યા પૈકી એક સામાન્ય, એક આ.ન.વ. અને એક જગ્યા અનુ જનજાતિ માટે રોસ્ટર મુજબ અનામત છે. સીવીલ એડી. આસી. ઇજનેરની 7 પૈકી એક જગ્યા બીનઅનામત છે તો આ.ન.વ. એક, સા.શૈ.પછાત 4, અનુજાતિની એક જગ્યા છે.

નિયમ મુજબ કુલ 23 જગ્યા પૈકી 2 અનામત છે અને તે સિવાય મહિલા સહિતના અનામત ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. વય મર્યાદા 45 વર્ષની નકકી થઇ છે. તા.17-12 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની છે. આરક્ષીત અને મહિલાઓ માટે પાંચ વર્ષની છુટછાટ નિયમ મુજબ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement