રાજકોટના સરદારનગરમાં મુંબઈથી પરત ફરેલા 44 વર્ષીય મહિલા અને રૈયા રોડ પર રહેતા 84 વર્ષીય વૃધ્ધનો કોરોના સંક્રમિત : આજે ચાર દર્દી સાજા થયા

03 December 2021 09:35 PM
Rajkot
  • રાજકોટના સરદારનગરમાં મુંબઈથી પરત ફરેલા 44 વર્ષીય મહિલા અને રૈયા રોડ પર રહેતા 84 વર્ષીય વૃધ્ધનો કોરોના સંક્રમિત : આજે ચાર દર્દી સાજા થયા

કોર્પોરેશન વિસ્તારમાં હાલ 11 એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં 42883 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે: ગ્રામ્યમાં 5 એક્ટિવ કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 14934 પર પહોંચી

રાજકોટ:
રાજકોટમાં આજે કોરોનાના નવા બે કેસ નોંધાયા છે. બન્ને કેસો કોર્પોરેશન વિસ્તારના જ છે. ગ્રામ્યમાં કોઈ કેસ નોંધાયો નથી.

શહેરના વોર્ડ નં.7માં આવેલા સરદારનગરમાં રહેતા અને મુંબઇથી હાલમાં જ પરત ફરેલા 44 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જ્યારે વોર્ડ નં.9માં રૈયા રોડ પર રહેતા 84 વર્ષીય વૃધ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમજ તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. બંને દર્દીએ વેકસીન લીધી નથી, હાલ તેમના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે.

રાજકોટ જિલ્લામાં આજે ચાર દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. કોર્પોરેશન વિસ્તારમાં આજે બે નવા કેસ નોંધાયા અને એક દર્દી સાજો થયો છે. ગ્રામ્યમાં શૂન્ય કેસ સામે ત્રણ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

કોર્પોરેશન વિસ્તારમાં હાલ 11 એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં 42883 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 5 એક્ટિવ કેસ છે. કુલ સંક્રમિતોની સંખ્યા 14934 પર પહોંચી છે. સાંજ સુધી સુધીમાં કોર્પોરેશન વિસ્તારમાં 4536 અને ગ્રામ્ય વિસ્તારમાં 12615 ડોઝનું વેક્સિનેશન થયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement