ગુજરાતમાં કોરોનાના નવા 45 કેસ સામે 45 દર્દીઓ સાજા થયા

03 December 2021 09:43 PM
Jamnagar Saurashtra
  • ગુજરાતમાં કોરોનાના નવા 45 કેસ સામે 45 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 15, વડોદરામાં 8, સુરતમાં 7, આણંદમાં 3, નવસારી - રાજકોટ- વલસાડ 2, ભાવનગર - ગાંધીનગર - જામનગર - ખેડા - મહેસાણા - પોરબંદરમાં 1 કેસ

રાજકોટ:
ગુજરાતમાં કોરોના કેસો વધી રહ્યા છે. જોકે આજે રાજ્યમાં નવા 45 કેસ સામે 45 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 15, વડોદરામાં 8, સુરતમાં 7, આણંદમાં 3, નવસારી - રાજકોટ- વલસાડ 2, ભાવનગર - ગાંધીનગર - જામનગર - ખેડા - મહેસાણા - પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.

રાજયમાં કુલ 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 310 દર્દીઓ સ્ટેબલ છે, રાજયનો કુલ મૃત્યુઆંક 10094 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 827615 પર પહોંચ્યો

● 20 જિલ્લામાં આજે એકપણ કેસ ન નોંધાયો

રાજ્યના અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 20 જિલ્લામાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે કોઇ કેસ નોંધાયો નથી.

● જામનગરમાં પાંચ દર્દી ડિસ્ચાર્જ

જામનગર શહેરમાં આજે કોરોનાનો 1 કેસ નોંધાયો છે. ગ્રામ્યમાં શૂન્ય કેસ છે. સાંજ સુધીમાં કોર્પોરેશન વિસ્તારમાં 3503 અને ગ્રામ્ય વિસ્તારમાં 12356 નાગરિકોએ રસીનો ડોઝ લીધો, જ્યારે શહેરમાં 5 દર્દીઓ સાજા થયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement