જેતપુરના આરબટીંબડીમાં મુકેશ પટેલે ઘરના ફળિયામાં જ ગાંજો વાવ્યો: રૂરલ SOGએ દરોડો પાડી આરોપીને દબોચ્યો

03 December 2021 10:06 PM
Rajkot Crime
  • જેતપુરના આરબટીંબડીમાં મુકેશ પટેલે ઘરના ફળિયામાં જ ગાંજો વાવ્યો: રૂરલ SOGએ દરોડો પાડી આરોપીને દબોચ્યો

સ્થળ પરથી રૂ.50 હજારની કિંમતના 7 કિલોના ગાંજાના 9 લીલા છોડ કબ્જે કરતી રાજકોટ રૂરલ એસઓજીની ટીમ: જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો

જામનગર:
જેતપુરના આરબટીંબડીમાં મુકેશ પટેલ નામના શખ્સે પોતાના ઘરના ફળિયામાં જ ગાંજો વાવ્યો હતો જ્યાં રૂરલ SOGએ દરોડો પાડી આરોપીને દબોચી લીધો છે.

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ, પોલીસ અધિક્ષક બલરામ મીણા,, રાજકોટ રૂરલ પોલીસના વિસ્તારમાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપી હોય જે અનુસંધાને એસ.ઓ.જી. પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એચ.એમ.રાણા, એસ.ઓ.જી.ના સ્ટાફ સાથે જેતપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ અમીતભાઇ કનેરીયાને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળી કે, મુકેશભાઇ જમનભાઇ ઠુંમર (પટેલ) (ઉ.વ.50, રહે.આરબટીંબડી ગામ રામજીમંદિર ચોરા પાસે તા.જેતપુર)એ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના ફળીયામાં ગાંજાનું વાવેતર કર્યું છે. જે હકિકત આધારે રેઇડ કરતા આરોપીના મકાનના ફળીયામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના નાના મોટા લીલા ૯ છોડ મળી આવ્યા હતા. જેનું વજન ૭.૨૭૦ કિલો અને કિ.રૂ .૫૦,૮૯૦ ગણી આરોપીને ઝડપી પાડી, જેતપુર તાલુકા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ કબ્જે કરાયો છે.

આ કામગીરી દરમિયાન પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એચ.એમ.રાણા, એ.એસ.આઇ. ઉપેન્દ્રસિહ જાડેજા, વિજયભાઇ ચાવડા, હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધમેન્દ્રભાઇ ચાવડા, અમિતભાઇ કનેરીયા, પો.કોન્સ રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, દિલીપસિંહ જાડેજા અને મહિલા પો.કોન્સ. નીરાલીબેન વેકરીયા ફરજ પર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement