કોરોના મૃતકોને લઈ ઝડપી સહાય મળે તે માટે સરકારે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું: વિગતો અપલોડ કર્યાના ૩૦માં જ સહાયની રકમ સીધી જ વારસદારના બેંક ખાતામાં જમા થશે

03 December 2021 11:54 PM
Gujarat
  • કોરોના મૃતકોને લઈ ઝડપી સહાય મળે તે માટે સરકારે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું: વિગતો અપલોડ કર્યાના ૩૦માં જ સહાયની રકમ સીધી જ વારસદારના બેંક ખાતામાં જમા થશે
  • કોરોના મૃતકોને લઈ ઝડપી સહાય મળે તે માટે સરકારે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું: વિગતો અપલોડ કર્યાના ૩૦માં જ સહાયની રકમ સીધી જ વારસદારના બેંક ખાતામાં જમા થશે

મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીગ કર્યું: મૃતકના વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશે

રાજકોટ:
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજયમા જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે. આજે ગાધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીંગ કરતા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા થશે.

તેમણે ઉમેર્યુ કે,ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર કોવિડ-19થી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને રૂ.50,000/- ની સહાય આપવાનું નક્કી કરાયુ છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.28/11/2021ના ઠરાવ પ્રમાણે કોવિડ -19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે આરટીપીસીઆર, રેપીડ એન્ટીજન્ટ ટેસ્ટ, મોલેક્યુલર ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર,  ફોર્મ 4 અથવા  4-એ અપલોડ કરવાના રહેશે.

તેમણે કહ્યુ કે,આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે ૩૦ દિવસમાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામાં આવે છે એ પ્રક્રિયા ચાલુ રહેશે. આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, આરોગ્ય વિભાગના સચિવ અને કમિશ્નર જયપ્રકાશ શિવહરે, રાહત કમિશ્નર આન્દ્રા અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પોર્ટલ તૈયાર કરવા માટે મહેસૂલ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા એન.આઈ.સી. ગુજરાતના સંનિષ્ઠ પ્રયાસોને બિરદાવીને સમગ્ર ટીમને મંત્રી ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા.

કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ

1 - સૌપ્રથમ મહેસુલ વિભાગના i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ

2 - i-ORA પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ ‘COVID-19 Ex-Graatia Payment' પર ઈહશભસ કરો.

3 - તમારો મોબાઇલ નંબર દાખલ કરો.

4 - સ્ક્રીન પર દર્શાવેલ સંખ્યાદર્શક ક્રેપ્યા કોડ વાંચીને તેની નીચેના ટેકસ બોકસમાં દાખલ કરો. ક્રેપ્યા કોડ વાંચી ન શકો તો ‘છયરયિતવ ઈજ્ઞમય‘ 5ર ઈહશભસ કરો જેથી નવો ક્રેપ્યા કોડ સ્ક્રીન પર જોવા મળશે.

5 - ક્રેપ્યા કોડ દાખલ કર્યા બાદ ‘Generate OTP‘ પર ઈહશભસ કરો. OTP જનરેટ કરવાથી આપે દાખલ કરેલ મોબાઇલ નંબર પર વેરીફેકીશન કોડ મળશે.

6 - મોબાઇલ નંબર પર મળેલ વેરીફિકેશન કોડ ટેકસબોકસમાં દાખલ કરી ‘Login‘ પર Click કરો.

7 - ‘Login‘ પર ઈહશભસ કર્યા બાદ મૃત્યુ પામનારની વિગતો ઓનલાઇન ગુજરાત રાજયના ‘ઇ-ઓળખ પોર્ટલ’ પરથી મેળવવા માટે મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્રનો નંબર અને મરણ તારીખ દાખલ કરો અને ‘મરણ પામનારની વિગતો મેળવો’ બટન પર Click કરો.

8 - મરણ પામનારની વિગત મેળવો’ બટન પર ઈહશભસ કરવાથી ‘ઇ-ઓળખ પોર્ટલ’ પરથી દાખલ કરેલ મરણ પ્રમાણપત્ર નંબર અને મરણ તારીખ માટે મૃત્યુ પામનારને રેકર્ડ ઓનલાઇન મળશે અને કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટેની અરજીની વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે.

9 - અરજીને લગતી તમામ વિગતો ચોકકસાઇપૂર્વક દાખલ કરો. જેમાં મુખ્યત્વે
અ) કોવિડ-19થી મૃત્યુ થયેલ છે તે અંગેના આધારની વિગતો જણાવો.
બ) કોવિડ-19થી મૃત્યુ પામનારના કાયદેસરના વારસદાર/તમામ વારસદારોની વિગત ‘વારસદાર ઉમેરવા’ બટન પર ઈહશભસ કરી ઉમેરો.
ક) વારસદારો પૈકી જે વારસદારના નામે સહાય મેળવવાની છે તે એક વારસદારના બેંક ખાતાની વિગતો દાખલ કરો.
ડ) અરજદારની વિગતો દાખલ કરો. અરજીને લગત હુકમ અને અન્ય એલર્ટ ઇ-મેઇલ પર મેળવવા માંગો છો અને ઇ-મેઇલ એડ્રેસ હોય તો અવશ્ય જણાવો.

10 - અરજી લગતી તમામ વિગતો દાખલ કર્યા બાદ ‘Save Application / અરજી વિગત સેવા કરવા’ પર Click કરો.

11 - અરજી સેવ થતા જ એક યુનિટ અરજી નંબર અને દાખલ કરેલ અરજીની તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે. આ યુનિક અરજી નંબરની યોગ્ય જગ્યાએ નોંધ કરો. આ નંબર આપને મોબાઇલ અને ઇ-મેઇલ એડ્રેસ જણાવેલ હશે તો ઇ-મેઇલ પર પણ મળશે.

12 - સ્ક્રીન પર દર્શાવેલ અને આપે દાખલ કરેલ વિગતો ચોકકસાઇપૂર્વક વાંચ્યા બાદ જો કોઇ સુધારો જણાય તો Edit Application/અરજી વિગતો સુધારવા’ પર ઈહશભસ કરી અરજીની વિગતો સુધારો અને ત્યારબાદ Update Application/ અરજી વિગત અપડેટ કરવા પર ઈહશભસ કરી વિગતો અપડેટ કરો.

13 - જો અરજીને લગતી તમામ વિગતો બરાબર હોય તો Confirm Application / અરજી ક્ધકર્મ કરવા પર Click કરો. અગત્યની સુચના- અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ અરજીને લગતી કોઇપણ વિગતો સુધારી શકાશે નહી.

14 - અરજી કન્ફર્મ કર્યા બાદ, જો આપે દાખલ કરેલ અરજી વિગતો પરથી સોગંદનામુ પ્રિન્ટ કરી નોટરી સમક્ષ સોગંદનામુ કરાવા માંગતા હોવ તો Print Computer Generated Affidavit / અરજી વિગતોના આધારે તૈયાર થયેલ સોગંદનામું પ્રિન્ટ કરવા પર Click કરી સોગંદનામુ પ્રિન્ટ કરો અથવા નોટરી સમક્ષ વારસદારોની સંમતિ દર્શાવતું સોગંદનામુ તૈયાર કરો.

15 - નોટરી સમક્ષ કરવામાં આવેલ સોગંદનામું અને અન્ય જરૂરી ડોકયુમેન્ટસ સ્કેન કર્યા બાદ i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી COVID-19  Ex-Gratia Payment > Registered Application (દાખલ કરેલ અરજી માટે) પસંદ કરી અરજી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવાથી કન્ફર્મ કરેલ અરજીની વિગતો મળશે.

16 - Upload Document  / ડોકયુમેન્ટ અપલોક કરવાના ઓપ્શનમાં જઇને અપલોડ કરવાના લીસ્ટમાં જણાવેલ ડોકયુમેન્ટ અપલોડ કરો
નોંધ : અહીં અપલોડ કરવાના ડોકયુમેન્ટસના નામ ત્રણ કલરમાં જોવા મળશે.
અ) લાલ રંગમાં એટલે કે ફરજીયાત અપલોડ કરવાના ડોકયુમેન્ટસ
બ) વાદળી રંગમાં એટલે કે મરજીયાત અપલોડ કરવાના ડોકયુમેન્ટસ
ક) લીલા રંગમાં એટલે કે અપલોડ કરેલ ડોકયુમેન્ટસ

17 - દાખલ કરેલ અરજીને લગતા મુખ્ય સ્ટેપ જેવા કે ‘અરજી સુધારવા’, અરજી કન્ફર્મ કરવા, ‘સોગંદનામુ પ્રિન્ટ કરવા’ ડોકયુમેન્ટ અપલોડ કરવા’ અને ‘અરજી સબમીટ કરવા’ આ દરેક સ્ટેપ પર Registered Application (દાખલ કરેલ અરજી માટે) ઓપ્શન પસંદ કરી યુનિટ અરજી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી જઇ શકો છો.

18 - બધા જ ફરજીયાત ડોકયુમેન્ટસ અપલોડ કરવાથી ’Submit Application / અરજી સબમીટ કરવા’નું બટન જોવા મળશે. એકવાર સબમીટ એપ્લીકેશન કર્યા બાદ તેમાં કોઇ પણ સુધારો થઇ શકશે નહી.

19 - ’Submit Application / અરજી સબમીટ કરવા’ પર Click કરવાથી આપની અરજી મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્ર પર જણાવેલ કાયમી સરનામા ને લગત કલેકટર / મામલતદાર કચેરીમાં આગળની કાર્યવાહી માટે સબમીટ થશે આમ ઓનલાઇન અરજી કરવાથી પ્રક્રિયા પૂર્ણ થશે.

20 - અરજી નિકાલની જાણ આપને મોબાઇલ અને ઇ-મેઇલ મારફત મોકલવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement