તમે લોકોએ મારી દીકરીના લગ્ન કરાવી જિંદગી બગાડી છે કહી પિતા-પુત્ર ઉપર ત્રણનો હુમલો

04 December 2021 11:12 AM
Rajkot Crime
  • તમે લોકોએ મારી દીકરીના લગ્ન કરાવી જિંદગી બગાડી છે કહી પિતા-પુત્ર ઉપર ત્રણનો હુમલો

જેતપુરના રબારીકા રોડનો બનાવ:ઘવાયેલા પિતા-પુત્ર યુવતીના લગ્ન કરાવવામાં વચ્ચે પડ્યા હોય પરંતુ ઘરસંસાર ન ચાલતા હુમલો કરાયો

રાજકોટ,તા.4
જેતપુરમાં ભાદરના સામાંકાંઠે રહેતા અનિરુધ્ધભાઇ સુમતભાઇ વાળા(ઉ.વ.26)એ પોલીસ ફરિયાદમાં ચંદ્રેશ હકુભાઈ ખુમાણ,વનરાજ હકૂભાઈ અને હકૂભાઈ કાળુભાઈ ખુમાણ(રહે.પીઠડીયા)નું નામ આપતા મારામારી અને ધમકી અંગેની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.

અનિરુદ્ધભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છુ અને ડ્રાઇવિંગ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું.હું આનંદ કોટન કારખાનેથી પાણીનો ટાંકો ફિલ્ટર પ્લાંટ રબારીકા રોડ પર ખાલી કરવા જતો હતો ત્યારે રબારીકા રોડ પર ચંદ્રેશભાઇ હકુભાઇ ત્યા ઉભા હોઇ અને તેઓએ મને ઉભો રાખેલ જેથી મે મારુ ટેન્કર ઉભુ રાખેલ અને આ ચંદ્રેશભાઇ ના હાથમાં લાકડાનો ધોકો હોઇ અને હું આ ટેન્કર ઉભુ રાખતા આ ચંદ્રેશભાઇ એ મને ખેંચી નીચે ઉતારેલ અને કહેવા લાગેલ કે તમો લોકો એ મારી બહેન સોનલના લગ્ન કરાવી તેની જીંદગી બગાડી નાખી છે તેમ કહી મને શરીરે ધોકા મારવા લાગેલ અને સામેથી તેનો ભાઇ વનરાજભાઇ પણ હાથમાં પાઇપ મને મારવા આવેલ અને મને માથાના ભાગે એક ઘા મારી દીધેલ જેથી હું નીચે પડી ગયેલ હતો.

પિતા હકુભાઇ જે કેબીને બેસેલ તે પણ દોડીને આવેલ અને પથ્થર લઈ પથ્થરનો છુટ્ટો ઘા કરેલ જેથી મે બચાવ સારૂ મારા હાથ આડા રાખતા મને હાથે મુંઢ ઇજા થયેલ અને આ હકુભાઇએ મને પકડી રાખેલ અને ચંદ્રેશ તથા વનરાજ મને શરીરે આડેધડ મારમારવા લાગેલ અને મને જેમફાવે તેમ ગાળો આપી કહેતા હતા કે આજે તને જાનથી મારી નાખવો છે.તે અમારી દીકરીની જીંદગી બગાડેલ છે.તે દરમ્યાન મારાભાઇ જયરાજ આવી ગયેલ અને મને વધુ મારમાંથી બચાવેલ અને આજુબાજુમાં ઘણા માણસો ભેગા થઈ જતા આ લોકો ત્યાંથી જતા રહેલ અને મારો ભાઇ મને પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે અહીં રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે રીફર કર્યો હતો.આ અંગે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement