દુબઈ લગ્ન પ્રસંગમાંથી પરત ફરેલા સૌરાષ્ટ્ર-ગુજરાતના 30 લોકો કોરોનાની ઝપટે ચડયા

04 December 2021 11:17 AM
Rajkot Gujarat Saurashtra
  • દુબઈ લગ્ન પ્રસંગમાંથી પરત ફરેલા સૌરાષ્ટ્ર-ગુજરાતના 30 લોકો કોરોનાની ઝપટે ચડયા

અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રિનિંગમાં પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્યતંત્ર હરકતમાં: તમામના જીનોમ સિકવન્સિંગ માટે પુના લેબમાં મોકલાયા

રાજકોટ, તા.4
દુબઈ લગ્નમાંથી પરત આવેલા સૌરાષ્ટ્ર-ગુજરાતના 30 લોકો કોરોના મહામારીની ઝપટે ચડી જતા આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયેલ છે. આ તમામના જીનોમ સિકવન્સીંગ માટે પુનાની લેબમાં મોકલવામાં આવેલ છે. કોરોનાના નવા વેરિએન્ટે ભારત સહિત વિશ્વભરમાં હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો છે. વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ઘાતક માનવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન દુબઈ લગ્ન પ્રસંગમાંથી પરત ફરેલા 550માંથી 30 લોકોના અમદાવાદ એરપોર્ટ પર પોઝિટિવ આવતા સૌરાષ્ટ્ર-ગુજરાતના આ 30 લોકોની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર કરાયેલા સ્ક્રિનિંગમાં આ 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ લોકોના રિપોર્ટ જીનોમ સિકવન્સીંગ માટે પુનાની લેબમાં મોકલવામાં આવેલ છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 671 કેસો નોંધાયા છે. બ્રિટનમાં સતત પાંચમાં દિવસે એક લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે ઓમિક્રોનના નોંધાયેલા 671 કેસમાં બ્રિટનમાં 134 કેસ, ફ્રાન્સમાં 2, અમેરિકામાં 24, જર્મનીમાં 12 અને બ્રાઝિલમાં 5 કેસ નોંધાયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement