નલિયામાં 11.2 ડીગ્રી સાથે કડકડતી ઠંડી

04 December 2021 11:57 AM
Rajkot Gujarat Saurashtra
  • નલિયામાં 11.2 ડીગ્રી સાથે કડકડતી ઠંડી

ગઇકાલની સરખામણીએ આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ તાપમાન 3થી 4 ડીગ્રી ઉંચકાતા સામાન્ય ઠંડીનો અહેસાસ

રાજકોટ,તા. 4
માવઠા બાદ ગઇકાલથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાતાવરણ સ્વચ્છ થયું છે. અને ગઇકાલે ઠેર-ઠેર તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. જો કે આજરોજ સવારે નલિયાને બાદ કરતાં સર્વત્ર તાપમાનનો પારો ઉંચકાતા સામાન્ય ઠંડીનો અહેસાસ થયો હતો.

આજરોજ સવારે કચ્છનાં સરહદી વિસ્તાર નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 11.2 ડીગ્રી નોંધાતા નલિયામાં તિવ્ર ઠંડી અનુભવાઈ હતી. દરમ્યાન આજરોજ સવારે રાજકોટ ખાતે 4 ડીગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું અને લઘુત્તમ તાપમાન 17.3 ડીગ્રી નોંધાયું હતું. ગઇકાલે રાજકોટનું લઘુત્તમ તાપમાન 13.7 ડીગ્રી નોંધાયું હતું.

દરમ્યાન આજે સવારે અમદાવાદ ખાતે 17.6 ડીગ્રી, અમરેલીમાં 17, વડોદરામાં 15.2, ભાવનગરમાં 17.6, ભુજમાં 16.2, દમણમાં 21.4, ડીસામાં 16, દિવમાં 18.6 ડીગ્રી અને દ્વારકામાં 18.6, કંડલામાં 18, ઓખામાં 22.3, પોરબંદરમાં 16.9, સુરતમાં 20.6 અને વેરાવળમાં 19.3 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગઇકાલની સરખામણીએ નલિયાને બાદ કરતા મોટાભાગનાં સેન્ટરોમાં આજે સવારે 3 થી 4 ડીગ્રી જેટલું તાપમાન ઉંચકાતા સામાન્ય ઠંડકનો અહેસાસ થયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement