જૂનાગઢના પાતાપુરની યુવતીને લગ્નના છ માસ સાસરિયાઓએ ત્રાસ આપી તરછોડી

04 December 2021 12:24 PM
Junagadh Crime
  • જૂનાગઢના પાતાપુરની યુવતીને લગ્નના છ માસ સાસરિયાઓએ ત્રાસ આપી તરછોડી

બિલખાના ઉમરાળાની સીમમાં જુગાર રમતાં 8 પકડાયા

જૂનાગઢ, તા.4
જૂનાગઢના પાતાપુર ગામે રહેતી મનિષાબેનના લગ્ન તા.16-6-11ના રમેશભાઈ કાનજીભાઈ ઠુંમર (રહે.સોંદરડા, ભાવનગર, મુળ ગોંડળના મોવિયા ગામવાળા) સાથે થયેલ. મનિષાબેનનો પતિ કોઈ કામધંધો ન કરતો હોય જેથી મનિષાબેને બ્યુટીપાર્લર શરૂ કરી ગુજરાન ચલાવતા હોય જે બ્યુટીપાર્લરમાં સેલ્સમેન સહિતના ફોન આવતા હોય તેમાં તેનો પતિ રમેશ કાનજી ઠુંમર ખોટી શંકાઓ કરતો હોય અને માનસિક, શારીરિક દુ:ખ-ત્રાસ આપતો હોય

તેમજ તેમની નણંદો-નણંદોયાની ચઢામણીના કારણે તેના પતિએ માર મારી પહેરેલ કપડે કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તેના પતિ રમેશ કાનજી ઠુંમર, જયાબેન વલ્લભ રૈયાણી, વલ્લભ રૈયાણી, ચંપાબેન રાજેશ ભૂત અને મુકતાબેન રાજેશ માવાણી સહિત પાંચ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહિલા પીએસઆઈ આર.બી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

વૃધ્ધાનું મોત
જૂનાગઢ સિટી બસ કોલોની શેરી-5, સિંધી સોસાયટી, ગાંધીગ્રામમાં રહેતા લાભુબેન મોહનભાઈ મકવાણાએ ગત તા.2-12-21ના બપોરના 3ના સુમારે કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લેતા સારવાર દરમિયાન મોત નોંધાયું હતું.

જુગાર રમતાં ઝડપાયા
બિલખાથી 6 કિ.મી. દૂર ઉમરાળા ગામની સીમમાં જાહેરમાં જુગટુ ખેલતા મગન ઉકા ઝીંઝુવાડીયા, મનુ નાજા વાળા, બિજલ ભરત ગોહેલ, ભૂપત કચરા, પોપટ સમજુ પાઘડાર, ગોરધન મનજી નગવાડિયા, રણજીત વલકુ વાળા અને હકુ બાસુ વાંકને રોકડ રૂા.13,790 સાથે બિલખા પોલીસે દબોચી લીધા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement