લગ્ન સીઝનમાં અને તહેવારોમાં લાંબા અંતરની ટ્રેનમાં એકસ્ટ્રા કોચ જોડવા કરાઈ રજૂઆત

04 December 2021 02:25 PM
Rajkot Saurashtra
  • લગ્ન સીઝનમાં અને તહેવારોમાં લાંબા અંતરની ટ્રેનમાં એકસ્ટ્રા કોચ જોડવા કરાઈ રજૂઆત

નેશનલ યુથ પ્રોજેક્ટ રાજકોટની રજૂઆત

પ્લેટફોર્મ ચાર્જ રૂા. 5, લોકલ ટ્રેન સત્વરે ચાલુ કરવા, કુદરતી જંતુનાશકનો ઉપયોગ તથા નવી ભરતી કરવા સજેશન અપાયું

રાજકોટ,તા. 4
લગ્નની સીઝન ચાલી રહી છે. રાજકોટ-મુંબઈ-રાજકોટ, રાજકોટ-કોલકતા-રાજકોટ, રાજકોટ-દિલ્હી-રાજકોટ અને રાજકોટ-ઇન્દોર-રાજકોટ વિગેરે જેવા લાંબા અંતરની ટ્રેનોમાં વધુ પડતો ટ્રાફિક જોવા મળતો હોવાથી એકસ્ટ્રા કોચ જોડવા નેશનલ યુથ પ્રોજેક્ટ-રાજકોટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

તમામ મહત્વનાં તહેવારોમાં તથા લગ્નની સીઝનમાં રેલવે તંત્ર દ્વારા તમામ લાંબા અંતરની ટ્રેનોમાં નિયમિત રીતે એકસ્ટ્રા કોચ જોડવામાં આવે છે. અને જરુર પડયે વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવે છે. ત્યારે અત્યારે પણ લાંબા અંતરની ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં, થ્રી ટાયર એસીમાં, સેક્ધડ એસીમાં વેઇટીંગ હોવાથી યોગ્ય સુવિધા કાર્યરત કરવા અંગેની રજૂઆત કરવામાં આવી છે.

આ સાથે પ્લેટફોર્મ ચાર્જ રૂા. 5, તમામ લોકલ ટ્રેનો સત્વરે ચાલુ કરવા, કુદરતી જંતુનાશકનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવા તથા તમામ સ્ટેશન, ઓફિસમાં સોલાર રુફટોપ લગાવવા અને રેલવેમાં નવી ભરતી નિયમિત રીતે કરવામાં આવે અને જેમને બે દિકરી અથવા એક સંતાન હોય તેઓનાં સંતાનોને તમામ પ્રકારની ભરતીમાં અગ્રતા આપવા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને રાજકોટ કલેક્ટરને સજેશન આપવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement