2021ના વર્ષમાં ઈન્ટરનેટ ઉપર ખેડૂત આંદોલન આર્યન ખાનના સમાચારો છવાયેલા જ રહ્યા

04 December 2021 02:51 PM
Entertainment India Technology
  • 2021ના વર્ષમાં ઈન્ટરનેટ ઉપર ખેડૂત આંદોલન આર્યન ખાનના સમાચારો છવાયેલા જ રહ્યા

* બન્ને સમાચારો યાહૂ સર્ચ એન્જીનના ‘ટોપ ન્યુઝમેકર’ બન્યા: નેતાઓમાં લોકોએ સૌથી વધુ સર્ચ નરેન્દ્ર મોદીને કર્યા: વિરાટ કોહલી બીજા ક્રમે

* સેલિબ્રિટીમાં પ્રથમ ક્રમે સિદ્ધાર્થ શુક્લા રહ્યા જેણે આ વર્ષે અચાનક જ લીધી હતી વિદાય: યાહૂએ એક વર્ષમાં સૌથી વધુ સર્ચ થયેલા સમાચારો, સેલિબ્રિટી, રાજનેતાઓની યાદી કરી જાહેર

નવીદિલ્હી, તા.4
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાહૂ સર્ચ એન્જીન ઉપર સર્ચ કરવામાં આવેલી હસ્તીઓમાં ટોચ પર રહ્યા છે તો ખેડૂત આંદોલન સૌથી વધુ ચર્ચામાં રહેનારા સમાચાર બન્યા છે. ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને ચર્ચામાં આવેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ‘ટોપ ન્યુઝમેકર’માં સૌથી વધુ સર્ચ થયેલા લિસ્ટમાં ડેબ્યુ કર્યું છે. યાહૂએ ભારત માટે 2021ના વર્ષમાં સૌથી વધુ સર્ચ શું થયું તેને લઈને જાહેરાત કરી છે.

આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી હસ્તીનો ખિતાબ મળ્યો છે. 2017થી આ સ્થાન સતત તેમની પાસે જ છે (પાછલા વર્ષે દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના ટોપ સ્ટાન પર આવ્યાની સાથે થોડો ઘટાડો થયો હતો). ક્રિકેટર વિરાટ કોહલી જેનું વર્ષ ઉતાર-ચડાયભર્યું રહ્યું તે સર્ચ થવામાં બીજા ક્રમે છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2021માં સૌથી વધુ સર્ચ થનારા રાજનેતાઓની યાદીમાં સૌથી ઉપર છે. જ્યારે મમતા બેનરજી બીજા ક્રમે છે. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. જ્યારે ભાજપના અમિત શાહ ટોપ-5માં છે. ચાહકોએ લોકપ્રિય ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અચાનક ચાલ્યા જવા પર શોક વ્યક્ત કરતાં તેને નંબર-4નું સ્થાન મળ્યું છે. આ વર્ષની યાદીમાં ઉલ્લેખનીય રીતે એક નવો પ્રવેશ થયો હતો જેમાં આર્યન ખાન સામેલ છે જે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી હસ્તીઓની યાદીમાં નંબર સાત પર રહ્યો છે.

કથિત વિવાદાસ્પદ કૃષિ કાયદા વિરુદ્ધ ભારતીય ખેડૂતોનું આંદોલન એક વર્ષ દરમિયાન ટોપ ન્યુઝમેકર રહ્યું હતું. જ્યારે એડલ્ટ ફિલ્મ મામલે પકડાયેલા બિઝનેસમેન રાજ કુંદ્રા પણ 2021માં સૌથી વધુ સર્ચ થનારા ન્યુઝમેકર્સમાંથી એક હતા. અન્ય ટોપ સર્ચમાં ભારતના ફ્લાઈંગ શીખ મીલ્ખાસિંહ નવમા ક્રમે રહ્યા જેમનું મૃત્યુ કોરોનાને કારણે થયું હતું.

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા 2021માં ભારતના સૌથી વધુ સર્ચ કરાયેલા મેઈલ સેલિબ્રિટી હતા જ્યારે સૌથી વધુ સર્ચ કરાયેલા મેલ સેલિબ્રિટીની યાદીમાં પુનિત રાજકુમાર ચોથા નંબરે હતા. સલમાન ખાન અને અલ્લુ અર્જુન ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. દિલીપ કુમાર નંબર પાંચ ઉપર રહ્યા જેમનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. જ્યારે ફીમેલ સેલિબ્રિટીમાં કરિના કપૂરને સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement