બ્રીજના કામનો ત્રાસ સહન કરશું, પણ વાહન કાઢવાના સર્વિસ રોડ તો સ્માર્ટ કરો!

04 December 2021 04:24 PM
Rajkot Saurashtra
  • બ્રીજના કામનો ત્રાસ સહન કરશું, પણ વાહન કાઢવાના સર્વિસ રોડ તો સ્માર્ટ કરો!
  • બ્રીજના કામનો ત્રાસ સહન કરશું, પણ વાહન કાઢવાના સર્વિસ રોડ તો સ્માર્ટ કરો!
  • બ્રીજના કામનો ત્રાસ સહન કરશું, પણ વાહન કાઢવાના સર્વિસ રોડ તો સ્માર્ટ કરો!
  • બ્રીજના કામનો ત્રાસ સહન કરશું, પણ વાહન કાઢવાના સર્વિસ રોડ તો સ્માર્ટ કરો!

રાજકોટમાં એક સાથે પાંચ પ્રોજેકટ ચાલુ : મોટા ભાગના રસ્તા પર સર્વિસ રોડ ભાંગેલા : હોસ્પિટલ ચોક સાથે જોડાયેલા માર્ગોની હાલત ગાડા માર્ગ જેવી..

રાજકોટમાં એક સાથે પાંચ બ્રીજના કામ ચાલી રહ્યા છે. ચોમાસામાં જયારે શહેરના મોટા ભાગના વોર્ડમાં ડામર રોડના ધોવાણ થયા તે સાથે બ્રીજના કારણે બંધ કરવામાં આવેલા મુખ્ય રોડ બાજુના સર્વિસ રોડ પણ ભાંગ્યા હતા. આ સર્વિસ રોડ ટ્રાફિકની સરળતા માટે તુરંત રીપેર કરવા મેયર અને કમિશ્નરે આપેલા આદેશ બાદ પણ આજે અનેક રોડ પર આ વૈકલ્પિક રસ્તા ભાંગીને ભુકકો થયેલી હાલતમાં હોય, પ્રોજેકટના કામના કારણે ટ્રાફિકનો ત્રાસ સહન કરતા લોકો વધુ હેરાન થઇ રહ્યા છે.

નવા બ્રીજ બને એટલે ટ્રાફિક પ્રશ્ર્ન હલ થવાની આશામાં રાજકોટના હજારો વાહન ચાલકો રોજ બ્રીજ આસપાસના રસ્તેથી ત્રાસ સહન કરીને પસાર થઇ જાય છે. પરંતુ તંત્રએ બનાવેલા સર્વિસ રોડની હાલત ગામડાના ગાડા માર્ગ જેવી હોય આ વધારાની સમસ્યાનો સ્માર્ટ ઉકેલ લાવવા વાહન ચાલકો માંગણી કરી રહ્યા છે. હોસ્પિટલ ચોક બ્રીજના કામે કેસરે હિન્દ પુલથી મોચીબજાર અને મામલતદાર કચેરી તરફનો રોડ ભાંગેલો છે. મોટા ખાડા અને પથ્થરો પાર કરીને વાહન ચાલકોને પસાર થવું પડે છે. બ્રીજના કામથી જેટલી તકલીફ નથી એથી વધુ ત્રાસ આ ભાંગેલા રસ્તાના કારણે થાય છે. લક્ષ્મીનગર બ્રીજ તૈયાર થઇને પડયો છે, પરંતુ ઉદઘાટન થતું ન હોય, આજુબાજુના રોડ ઉપર પણ ટ્રાફિક પ્રશ્ર્ન પણ વકરી રહ્યો છે.

કેકેવી ચોકમાં તો પડકાર જેવો મલ્ટી લેવલ જેવો બ્રીજ બની રહ્યો છે. સેન્ટ મેરી સ્કુલ સામેના ભાગમાં પણ રોડની આવી હાલત છે. ઉંડા ઉંડા ખાડા ફરતે સલામતી પુરતી નહીં હોવાની ફરીયાદ આવે છે. રામાપીર ચોક અને નાના મવા ચોક બ્રીજ બાજુના સર્વિસ રોડ પણ ટ્રાફિકથી ઘેરાયેલા હોય છે. કમ સે કમ આ પ્રોજેકટસ પુરા થાય ત્યાં સુધી સર્વિસ રોડની હાલત સારી રહે તે માટે અધિકારીઓ અને પદાધિકારીઓ સતત મોનીટરીંગ કરે તે અનિવાર્ય છે. (તસ્વીર : પંકજ શીશાંગીયા)


Related News

Loading...
Advertisement
Advertisement