રાજકુમારને ગૃહસચિવ બનાવાયા: વહીવટીતંત્રમાં મોટા ફેરફારની અટકળો પર હવે પૂર્ણવિરામ

04 December 2021 04:27 PM
Ahmedabad Gujarat
  • રાજકુમારને ગૃહસચિવ બનાવાયા: વહીવટીતંત્રમાં મોટા ફેરફારની અટકળો પર હવે પૂર્ણવિરામ

કેન્દ્રમાં ડેપ્યુટેશન પરથી પરત આવેલા આઈએએસ અધિકારી

ગાંધીનગર
રાજ્યના ગૃહ સચિવ તરીકે મૂળ ગુજરાત કેડરના અધિકારી રાજકુમારની સત્તાવાર નિમણૂક કરવામાં આવી તે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરેલા આદેશ અનુસાર આઈએએસ અધિકારી રાજકુમાર આગામી સોમવારે ગુજરાતના ગૃહ સચિવ તરીકે વિધિવત ચાર્જ લેશે.

ગુજરાત સરકારના વહીવટી પાંખ માં મુખ્ય સચિવ થી માંડીને ધરખમ ફેરફાર બદલાવ આવશે તેવી વહેતી થયેલી વાતોનો અંત આવી ગયો છે ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત કેડરના 1987 ની રચના સનદી અધિકારી રાજકુમાર દિલ્હી કેન્દ્ર સરકારમાં ડિફેન્સ મેન્યુફેક્ચર વિભાગના સેક્રેટરી પદ ઉપર હતા ત્યારે પ્રતિનિયુક્તિ ઉપર ગયેલા રાજકુમારને આજે રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો અગાઉ વહીવટી તંત્રના આઈએએસ અધિકારીઓની બદલીઓ સાથે મુખ્ય સચિવ પંકજ કુમાર ને બદલી તેમના સ્થાને રાજકુમારને લાવવાની ચર્ચા ચકડોળે ચઢી હતી જોકે આજે થયેલા સત્તાવાર આદેશ બાદ હવે ચાલેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે જો કે મુખ્ય સચિવ પંકજકુમાર આગામી મેં મહિનામાં નિવૃત થશે ત્યારબાદ તેમના સ્થાને રાજ્ય સરકાર રાજકુમારને મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સોંપી શકે તેમ છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર ગયેલા રાજકુમાર નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ અને પુરવઠા વિભાગ માં ખૂબ જ મહત્ત્વની જવાબદારી સંભાળી છે અને ત્યારબાદ નરેન્દ્ર ભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી એમની ગુડબુકમાં રહેલા રાજકુમારને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર લઈ જવામાં આવ્યા હતા.

ત્યાર બાદ હવે તેમને ગુજરાતના મુખ્ય ગૃહ સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે જેના કારણે તાત્કાલિક મોટી બદલીઓ ની વહેતી થયેલી વાતો વચ્ચે ગુજરાત કેડરના સનદી અધિકારી રાજકુમારનો એકમાત્ર સિંગલ ઓર્ડર થતાં મુખ્ય સચિવ પંકજ કુમાર બદલવાની અફવા ઉપર પૂર્ણ વિરામ આવી ગયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement