રીક્ષામાં પરપ્રાંતીય મુસાફરને બેસાડી પૈસા સેરવતા ભાવેશ અને રામજી પકડાયા:ત્રણ ગુન્હાની કબૂલાત

04 December 2021 04:27 PM
Rajkot Crime
  • રીક્ષામાં પરપ્રાંતીય મુસાફરને બેસાડી પૈસા સેરવતા ભાવેશ અને રામજી પકડાયા:ત્રણ ગુન્હાની કબૂલાત

રીક્ષા,મોબાઈલ અને રોકડ સહિત રૂ.71 હજારનો મુદામાલ જપ્ત:કેતનભાઈ પટેલ,પ્રકાશભાઈ અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ,તા.4
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચોરીઓના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સુચના આપેલ જેથી બી ડિવિઝન પીઆઇ એમ.સી.વાળાની રાહબરીમાં પીએસઆઈ એચ.એમ.જાડેજા,એ.એસ.આઇ સલીમભાઇ માડમ,કેતનભાઇ નિકોલા,પ્રકાશભાઇ ખાંભરા,હેમેન્દ્રભાઇ વાઢીયા, મિતેશભાઇ આડેસરા, દિવ્યરાજસિંહ જાડેજા અને કિશનભાઇ સભાડ સહિતના સ્ટાફે બાતમીને આધારે રાજકોટ શહેર ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ભાવેશભાઈ દીપકભાઈ મકવાણા(2હે.સણોસરા તા.જી. રાજકોટ) અને રામજીભાઈ ભુપતભાઈ ઉતેરીયા(રહે.વેલનાથપરા વેલનાથ સોસાયટી શેરી નં. -01)ને પકડી લીધા હતા.

તમામની પુછપરછ કરતા પોતે રીક્ષામાં પરપ્રાંતીય અને વૃદ્ધ અશક્ત વ્યક્તિને રીક્ષામાં બેસાડી પૈસા સેરવી લીધા બાદ કોઈ એક વ્યક્તિ ઉલટી ઉબકા આવે છે તેવું કહી દવાખાને લઇ જવાનું કહી ભોગબનનારને અધવચ્ચે ઉતારી દેતા હતા.રામજી અગાઉ બી ડિવિઝન પોલીસમાં વાહન ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.ત્રણેયની પૂછપરછ કરતા તેઓએ હોસ્પિટલ ચોક,બસપોર્ટ અને શાપર પાસેથી મુસાફરોને બેસાડી પૈસા સેરાવયાં હોવાની કબૂલાત આપી છે.આરોપીઓ પાસેથી રીક્ષા, મોબાઈલ અને રોકડ મળી રૂ.71,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement