સમય ટ્રેડીંગ - આશીષ ક્રેડીટના 48 કરોડના કૌભાંડમાં વધુ એક આરોપી જામીન મુક્ત

04 December 2021 04:28 PM
Rajkot Crime
  • સમય ટ્રેડીંગ - આશીષ ક્રેડીટના 48 કરોડના કૌભાંડમાં વધુ એક આરોપી જામીન મુક્ત

રાજકોટ, તા.4
સમય ટ્રેડીંગ તથા આશિષ ક્રેડીટના રોકાણકારોના 48 કરોડ રૂપિયાની છેતરપીંડી, વિશ્વાસઘાત અને ઉચાપતના ગુન્હામાં વધુ એક આરોપીને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી હતી કે, રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદી રાજેશભાઈ જીવરાજભાઈ વાઘેલાએ તા.30/3/2021 ના રોજ સમય ટ્રેડીંગ તથા સાંઈ સમય ટ્રેડીંગ તથા આશિષ ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી., વિરુદ્ધ રોકાણકારોની મરણ મૂડી સમાન રૂપિયાનું વધુ રિટર્ન આપવાની લાલચ પ્રલોભન આપી વિશ્વાસમાં લઈ તેમના રોકાણનું દર મહીને 10 ટકા લેખે વળતર મળેશ તેવું જણાવી ઘણા બધા રોકાણ કારોના રૂપિયા ઓળવી જવાની ફરીયાદ આપી હતી. જે ફરીયાદના અનુસંધાને આઈ.પી.સી. કલમ 406,409, 420,120 (બી) તથા જી.પી.આઈ.ડી. કલમ 3 મુજબ ગુન્હો દાખલ થયો હતો.

ત્યારબાદ આ ગુન્હામાં અરજદાર આરોપી ચંદુકાંતભાઈ રણછોડભાઈ પટેલ (રહે. નડીયાદ)ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીને જયુડી. કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે તપાસના અંતે આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ હાલના અરજદાર આરોપીએ તેઓના એડવોકેટ જીતેન્દ્રસિંહ પરમાર મારફત રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરી હતી.

જેમાં અરજદાર તરફેની દલીલો તથા. ગુજરાત હાઈકોર્ટના હુકમો ધ્યાને લઈ રાજકોટના પ્રિન્સી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે આરોપી ચંદુકાંતભાઈ રણછોડભાઈ પટેલને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. આરોપી વતી એડવોકેટ તરીકે જીતેન્દ્રસિંહ વી. પરમાર, રવિન્દ્રસિંહ એસ. જાડેજા, જયઆદિત્યસિંહ વી. ઝાલા, ચિરાગ પી. મેતા, રાજેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ જોષી રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement