શાપરની મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા મહંત યાદવનું મોત : બનાવ હત્યામાં પલટાયો

04 December 2021 04:30 PM
Rajkot Crime
  • શાપરની મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા મહંત યાદવનું મોત : બનાવ હત્યામાં પલટાયો
  • શાપરની મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા મહંત યાદવનું મોત : બનાવ હત્યામાં પલટાયો
  • શાપરની મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા મહંત યાદવનું મોત : બનાવ હત્યામાં પલટાયો

કાર સ્પીડમાં ચલાવવા બાબતે ઠપકો આપતા રઘો, જયદીપ અને ભોજુએ પાઈપ-ધોકા વડે હુમલો કર્યો હતો: મૃતકને મ્યુકર માઇકોસિસ પણ હતું જેથી ખરેખર મોતનું કારણ સ્પષ્ટ કરવા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

રાજકોટ, તા. 4
શાપર-વેરાવળમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચ્યો છે. પાંચ દિવસ પહેલા ધોકા-પાઈપ વડે માર મરાયાના બનાવમાં ઇજાગ્રસ્ત મહંતભાઈ શ્રીરામભાઈ યાદવ (ઉ.વ.45, રહે. શાપર-વેરાવળ, સર્વોદય હાઉસીંગ ક્વાર્ટર, મૂળ યુપી દેવરીયા)નું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું છે. બનાવના પગલે શાપર-વેરાવળ પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડયો છે. મૃતકને મ્યુકર માઇકોસિસ પણ હતું જેથી ખરેખર મોતનું કારણ સ્પષ્ટ કરવા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જોકે પરિવારે હત્યાનો ગુનો નોંધવા માંગ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ શાપર ખાતે સર્વોદય હાઉસીંગ ક્વાર્ટરમાં રહેતા મહંતભાઈ યાદવ કારખાનામાં મજૂરી કામ કરે છે. ગત રવિવારે તેમના પત્ની કુસુમબેન અને જમાઈ ઓમપ્રકાશભાઈ રાજકોટ ખાતેની રવિવારી બજારમાં ખરીદી કરવા આવ્યા હતા અને બાઈક પર પરત શાપર જઇ રહ્યા હતા ત્યારે શાપર પહોંચતા ત્યાં સ્વીફટ કારમાં નીકળેલા જયદીપ, ભોજુ અને રઘો નામના શખ્સે પુરપાટ ઝડપે સ્વીફટ હંકારી બાઈકની લગોલગથી કાઢતા અકસ્માત થતા થતા રહી ગયો હતો. આ મામલે કુસુમબેને ઉપરોક્ત ત્રણેય શખ્સોને કાર ધીમે ચલાવવા ઠપકો આપતા માથાકૂટ થઇ હતી. બોલાચાલીમાં આરોપી શખ્સો ધોકા-પાઈપ વગેરે લઇ ઝગડો કરવા આવતા મહંતભાઈને માથામાં અને શરીરે ઇજા પહોંચતાં તેમને પ્રથમ શાપરની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ત્યાંથી રાજકોટનાં સોરઠીયાવાડીમાં આવેલી શુભમ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આજે તેમની તબિયત લથડતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાતા આજે સવારે નવેક વાગ્યા આસપાસ તેમણે સારવારમાં દમ તોડી દેતા પરપ્રાંતિય પરિવારમાં આક્રંદ છવાયો હતો. મૃતક છૂટક મજુરી કામ કરે છે. તેને સંતાનમાં 3 દીકરી અને 1 દીકરો છે. તે ચાર ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરના હતા તેમ પરિવારજનોએ જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement