‘ઑમિક્રોનગ્રસ્ત’ જામનગરના વૃદ્ધે ઝીમ્બાબ્વેમાં ‘ચાઈનીઝ’ વેક્સિન લીધી હતી !

04 December 2021 04:35 PM
Jamnagar Gujarat
  • ‘ઑમિક્રોનગ્રસ્ત’ જામનગરના વૃદ્ધે ઝીમ્બાબ્વેમાં ‘ચાઈનીઝ’ વેક્સિન લીધી હતી !

જામનગરમાં ઑમિક્રોન વેરિયેન્ટનો પ્રથમ કેસ મળ્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. દરમિયાન આજે કલેક્ટર અને જી.જી.હોસ્પિટલના સુપ્રિ.એ સંબોધેલી પત્રકાર પરિષદમાં જણાવાયું છે કે જામનગરના આ વૃદ્ધે ઝીમ્બાબ્વેમાં ‘ચાઈનીઝ’ વેક્સિનના બે ડોઝ લીધા હતા.

આ વેક્સિનનું નામ ‘સાયનોવેક’ છે અને તે તેમણે ઝીમ્બાબ્વે પહોંચીને લીધેલી છે. તેઓમાં ઑમિક્રોન વેરિયેન્ટ જોવા મળ્યા બાદ તંત્ર દ્વારા અત્યારે તેઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તેઓ અમદાવાદથી જામનગર પહોંચ્યા ત્યારે રસ્તામાં જમવા માટે રોકાયા હોય તેવું બની શકે છે અને જો તેઓએ રસ્તામાં હોલ્ટ કર્યો હોય તો કઈ જગ્યાએ કર્યો હતો અને કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી દેવામાં ઓવી છે.

આ ઉપરાંત જામનગરમાં વિદેશથી આવતાં લોકો ઉપર ખાસ નજર રાખવામાં આવી છે અને વિદેશથી આવનારા લોકોમાં જો કોરોના જોવા મળે તો તેમને અલગથી આઈસોલેટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.Related News

Loading...
Advertisement
Advertisement