ગ્રાહક સુરક્ષા કચેરી ગાંધીનગર દ્વારા છ માસમાં ત્રણ હજારથી વધુ કેસમાં 13 કરોડ 86 લાખનો દંડ વસુલ્યો

04 December 2021 04:50 PM
Ahmedabad Gujarat
  • ગ્રાહક સુરક્ષા કચેરી ગાંધીનગર દ્વારા છ માસમાં ત્રણ હજારથી વધુ કેસમાં 13 કરોડ 86 લાખનો દંડ વસુલ્યો

પેટ્રોલ પંપ, શાકભાજી વિક્રેતા વિવિધ એકમોની તપાસમાં 3338 કેસ નોંધ્યા : ગ્રાહકોને છેતરપીંડીનો ભોગ બનતા અટકાવવા કવાયત

ગાંધીનગર,તા. 4
રાજ્યમાં અલગ અલગ ચીજ વસ્તુઓ માં ગ્રાહક છેતરપિંડીનો ભોગ બને નહીં તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જેના પગલે રાજ્યના નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા દ્વારા કરેલી કાર્યવાહીમાં છેલ્લા છ મહિનામાં 13 કરોડ 86 લાખથી વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી ગાંધીનગર દ્વારા વર્ષ 2020 21 દરમિયાન 1,79,676 વેપારી એકમો ઉપર તપાસ કરવામાં આવી હતી જે અંતર્ગત તંત્ર દ્વારા થયેલી અસરકારક કામગીરીમાં 30,72,83,932 (30 કરોડ 72 લાખ ) થી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.

જ્યારે અલગ-અલગ કિસ્સામાં 9, 744 એકમો સામે કેસ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.છેલ્લા 6 મહિનામાં (એપ્રિલ થી સંપ્ટેમ્બર ) 72,738 વેપારી એકમોની તપાસ હાથ ધરી હતી. જેમાં નિયમનું ઉલ્લંઘન કરનારા અલગ-અલગ એકમો પાસેથી 13,86,14,461 (13 કરોડ 86 લાખ )થી વધુ નો દંડની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા છ મહિનામાં અલગ અલગ એકમો સામે 3338 જેટલા કેસ કરીને કાયદાકીય કાર્યવાહી કરી છે. કાનૂની માપ નિયંત્રક ની અલગ અલગ કચેરીઓ એ કરેલી કાર્યવાહીમાં છેલ્લા છ મહિનામાં 3921 પેટ્રોલ- ડીઝલ પંપ નું ચેકીંગ કર્યું છે. જેમાં 23 કેસ કરી પેટ્રોલ પંપ ના સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. તેજ રીતે આ ખાસ ઝુંબેશ અંતર્ગત સૌથી વધુ 12975 શાકભાજી ના વિક્રેતાઓ નું ચેકીંગ કર્યું હતું જેમાં ગેરરીતિ અંતર્ગત 848 કેસ કર્યા છે.

જોકે 325 કેરોસીન વિક્રેતાઓ ના ચેકીંગ દરમ્યાન એક પણ કેસ નોંધાયો નથી. આમ તંત્ર દ્વારા અલગ અલગ72,738 ( 72હજાર થી વધુ) એકમો ની તપાસ માં 338 કેસ છેલ્લા 6 મહિનામાં કર્યા છે. તંત્ર ની આ ઝુંબેશમાં ઓછું વજન ધરાવતા 400 એકમોની તપાસમાં 274 કેસ થયા છે. જ્યારે વધુ દામ લેનાર 991 કિસ્સાઓ સામે 163 કેસ ઉપરાંત પેકેટ ઉપર દિશાનિર્દેશ નહીં કરવા બદલ 435 કિસ્સાઓમાં 117 કેસ કર્યા છે.આમ અલગ અલગ કાર્યવાહીમાં 9744 તપાસ માં 3338 કેસ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ તંત્ર દ્વારા કરવામાં આવતી આ કામગીરીમાં નાગરિકો પણ સતર્ક બન્યા છે. ત્યારે ગ્રાહકોની ફરિયાદો મળે એ માટે ઓનલાઇન વોટર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વર્ષ 2020- 21માં તંત્રને 150 ફરિયાદો મળી હતી તે પૈકી 143 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

ગાંધીનગર થી કડી કચેરીએથી છેલ્લા છ મહિનામાં અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે વજન ,દામ, ક્વોલિટી, કોંટીટી જેવા મુદ્દે ગ્રાહકો પણ જાગૃત બની તેમની સાથે થતી છેતરપિંડીની માહિતી તંત્રને આપી રહ્યા છે જેના ભાગરૂપે કાનૂની માપ નિયંત્રકની કચેરી સતત કાર્યશીલ બની રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement