રાજકોટ પોલીસે પોણા ત્રણ કરોડના દારૂ-બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો

04 December 2021 04:51 PM
Rajkot Crime
  • રાજકોટ પોલીસે પોણા ત્રણ કરોડના દારૂ-બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો
  • રાજકોટ પોલીસે પોણા ત્રણ કરોડના દારૂ-બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો
  • રાજકોટ પોલીસે પોણા ત્રણ કરોડના દારૂ-બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો

રાજકોટ પોલીસે 2020ના વર્ષમાં દારૂના 694 કેસમાં 84245 બોટલ દારૂ-બીયર જપ્ત કર્યો હતો:પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

રાજકોટ,તા.4
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ ક્યાંય મળતો નથી એવી સંભળાઈ છે.રાજકોટ પોલીસે વર્ષ 2020ના અગિયાર મહિનામાં અલગ અલગ કેસમાં પકડેલા રૂ. 2 કરોડ 84 લાખ 42 હજાર 761ની કિંમતના દારૂ-બીયરના જથ્થા પર આજે રાજકોટ કુવાડવા રોડ ઉપર સોખડા ખાતે બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.આ જથ્થાનો બાદમાં વર્ષના અંતે એસડીએમ,નશાબંધી શાખાના અધિક્ષક તથા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાસ કરી નાંખવામાં આવે છે.

વધુ વિગતો મુજબ,શહેરના તમામ પોલીસ સ્ટેશન અને બ્રાંચ દ્વારા વર્ષ 2020માં પ્રોહીબીશનના 694 ગુના દાખલ કરી 84,245 બોટલ દારૂ-બીયરનો જથ્થો કબ્જે કરાયો હતો.જેની કિંમત રૂ. 2,84,42,761 થાય છે.આ જથ્થામાં સૌથી વધુ દારૂ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન-ક્રાઇમ બ્રાંચ, એસઓજી દ્વારા પકડાયો હતો. આ પોલીસ સ્ટેશન દ્વારા 169 કેસમાં 35805 બોટલ દારૂ-બીયર કબ્જે કરાયો હતો.જેની કિંમત રૂ.1,46,60,329 થાય છે.

જ્યારે ઝોન-1 હેઠળના પોલીસ સ્ટેશનોએ 309 ગુનામાં 41337 બોટલ દારૂ બીયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની કિંમત રૂ. 1,13,84,749 થાય છે. તો ઝોન-2 હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા 216 ગુનામાં 7103 બોટલ દારૂ બીયર જપ્ત થયો હતો. જેની રૂ.23,97,268 થાય છે.આમ કુલ 694 ગુનાઓમાં 84245 બોટલ દારૂ-બીયર પકડાયો હતો. જેની કિંમત રૂ. 2,84,42,761 થાય છે.આ તમામ જથ્થાનો આજે નાસ કરી નાંખવામાં આવ્યો હતો.આ કામગીરીમાં એસડીએમ, નશાબંધી શાખાના અધિક્ષકશ્રી સિદ્દીકી, ડીસીપી ઝોન-2શ્રી મનોહરસિંહ જાડેજા, તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં


Related News

Loading...
Advertisement
Advertisement