અસલી સોનુ બતાવી ડુપ્લીકેટ સોનુ પધરાવી નાણાં પડાવવા આવેલા આણંદના અરવિંદ અને મોરબીના સંદીપની ધરપકડ

04 December 2021 04:51 PM
Rajkot
  • અસલી સોનુ બતાવી ડુપ્લીકેટ સોનુ પધરાવી નાણાં પડાવવા આવેલા આણંદના અરવિંદ અને મોરબીના સંદીપની ધરપકડ

ક્રાઇમબ્રાન્ચના પીએસઆઈ એમ.વી.રબારી,પુષ્પરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાની બાતમી:રાજકોટ વેપારીને સોનુ આપવા આવતા બંને ઝડપાયા:મોરબીના દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી રાઠોડે સોનાના બિસ્કિટ આપ્યા હોવાની કબૂલાત:રિમાન્ડ પર લેવા તજવીજ

રાજકોટ,તા.4
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શનમાં વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા ક્રાઇમબ્રાન્ચને સુચના આપી હતી.જે સુચના અંગે ક્રાઇમબ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવી દ્વારા ડી.સી.બી. સ્ટાફને સતત સુચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવી હતી.જે આધારે ડીસીબીના પીએસઆઈ એમ.વી.રબારી, એ.એસ.આઇ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા,પુષ્પરાજસિંહ જાડેજાની બાતમીને આધારે રાજકોટ બાયપાસ બેડી ચોકડી ખાતેથી ક્રાઇમબ્રાન્ચના આર્મસ એકટ મુજબના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાશતા ફરતા આરોપી અરવિંદ ઉર્ફે શૈલેષ પટેલ સાથેના સંદીપ મેરજાને મારૂતિ અલ્ટો ગાડીમાં અસલ અને ડુપ્લીકેટ સોનાના બિસ્કીટના મુદામાલ સાથે પકડી સી.આર.પી.સી કલમ 41(1) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ક્રાઇમબ્રાન્ચની ટીમે અરવિંદ ઉર્ફે શૈલેષ રાજુભાઇ પટેલ(ઉ.વ.42)(રહે.એ/3 સોહમ પાર્ક મુસ્લીમ હોસ્ટેલ પાસે બાકરોલ વલ્લભ વિધાનગર આણંદ) અને સંદીપ માવજીભાઇ મેરજા પટેલ(ઉ.વ.40) (રહે.મહેન્દ્રનગર ગામ હળવદ રોડ મોરબી મુળ ગામ નારણકા તા.જી.મોરબી)ને અટકાવી બંનેની પૂછપરછ કરતા બંને અસલી સોનુ બતાવી નકલી સોનુ પધરાવી પૈસા પડાવવા આવી રહ્યા હતા.

તેઓની પાસેથી અસલ સોનાના દાગીનાનું બિસ્કીટ નંગ-1 વજન 96.200 ગ્રામ રૂા.4,45,000,ડુપ્લીકેટ સોનાના બીસ્કીટ કે જે ચાંદીનુ ગ્લેટ ચડાવેલ બિસ્કીટ નંગ-1 વજન 64 ગ્રામ રૂા.4,000,જોય કંપનીનો કાળા કલરનો કીપેડ વાળો સાદો મોબાઇલ રૂ.500,સફેદ કલરની મારૂતિ અલ્ટો કાર નંબર જી.જે.36 એલ 0504 રૂા. 1,50,000 સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.બંનેની પૂછપરછ કરતા તેમને આ સોનાના બિસ્કિટ દિવ્યરાજ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ(રહે.ગજાનંદ સોસાયટી પીપળી રોડ,મોરબી)એ આપ્યા હતા.આરોપીઓ રાજકોટ તરફ કોને આ સોનુ બતાવી પૈસા પડાવવાના હતા એ અંગે પોલીસે કાર્યવાહી કરી છે.

અરવિંદ સામે 19 અને સંદીપ સામે 3 ગુન્હા
અરવિંદ સામે ચોરી,છેતરપીંડી,આમ્સર્ર્ એકટ,પ્રોહી,હુમલો,ઠગાઈ સહિતના ગુન્હા વડોદરા,સુરત,આણંદ,મુંબઇ,જામનગર,પૂણે,નાગપુર અને ભરૂચ પોલીસમાં કુલ 19 ગુન્હા નોંધવામાં આવ્યા છે.જ્યારે સંદીપ સામે પણ પ્રોહી,આમ્સર્ર્ એકટ અને ધમકી અંગેના ગુન્હા નોંધાયા છે.

આણંદના અરવિંદે ત્રણ ગુન્હાની કબુલાત આપી
ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલા આણંદ વિદ્યાનગર પો. સ્ટે. માં જયેશ ગોવિંદભાઇ કોળી રોકડ ચોરીના ગુનામાં પકડાયેલ હતો. જે ચોરીના રૂપિયા જયેશએ શૈલેષ પટેલને આપેલ હોય જેથી ચોરીનો માલ રાખવાના ગુનામાં નામ ખુલેલ છે. જેમાં પક્કડવાનો બાકી છે. એક વર્ષ પહેલા પોતાના મિત્ર વિક્કી સાથે કરમસદ ગામ તા.જી. આણંદ ખાતે પટેલ કે જે વીક્કીને ઓળખે છે તેને અસલ બીસ્કીટ ચેક કરાવડાવી તેની સાથે ચીટીંગ કરી ખોટુ બીસ્કીટ ગીરો મુકી રૂ.4.5 લાખનુ ચીટીંગ કરેલ છે.
આઠેક માસ પહેલા ધર્મજ ગામ તા.જી.આણંદ ખાતે વીક્કી મારફતે પટેલ ને ત્યાં ચીટીંગ કરી ડુપ્લીકેટ બીસ્કીટ રૂ. 4 લાખમાં ગીરો મુકી ચીટીંગ કરેલ છે.

આરોપીઓ ગુન્હાને કઈ રીતે અંજામ આપતા?
અરવિંદ અને સંદીપ અલગ અલગ જગ્યાઓએ લોકોની સાથે મીત્રતા કેળવી વિશ્વાસમાં લઇ પોતાને પૈસાની જરૂરીયાત હોય જેથી અસલ સોનુ ગીરવે મુકવાનું નકકી કરી ચાલાકી અને નજર ચુકવી અસલ સોનુ બતાવી ડુપ્લીકેટ સોનુ પધરાવી ચીટીંગ કરવાની બન્ને ઇસમો ટેવ ધરાવે છે. અને આજરોજ રાજકોટ અને મોરબી વિસ્તારમાં આવા ગ્રાહકો શોધવા નિકળેલ હોય ગુનો કરે તે પહેલા બન્નેને પકડી પાડવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement