‘વેકસીન તમારે દ્વાર’ : મેગા ડ્રાઇવ શરૂ કરતું રાજકોટ કોર્પોરેશન

04 December 2021 04:56 PM
Rajkot
  • ‘વેકસીન તમારે દ્વાર’ : મેગા ડ્રાઇવ શરૂ કરતું રાજકોટ કોર્પોરેશન
  • ‘વેકસીન તમારે દ્વાર’ : મેગા ડ્રાઇવ શરૂ કરતું રાજકોટ કોર્પોરેશન
  • ‘વેકસીન તમારે દ્વાર’ : મેગા ડ્રાઇવ શરૂ કરતું રાજકોટ કોર્પોરેશન

* વિદેશથી રાજકોટ પરત ફરેલા લોકોની સંખ્યા 130 પર પહોંચી

* દવાખાના, મોલ, પછાત વિસ્તારોમાં ટીમો ઉતરી : વાહનો વિસ્તારમાં પહોંચવા લાગ્યા : બપોર સુધીમાં 8213 નાગરિકોનું રસીકરણ

રાજકોટ, તા. 4
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજથી બે દિવસની મેગા વેકસીનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. તા. 10 સુધીમાં બીજો ડોઝ લેનારા લોકો વચ્ચે ડ્રો કરીને રૂા. પ0 હજારની કિંમતનો સ્માર્ટ ફોન ઇનામમાં આપવાની પ્રોત્સાહક જાહેરાત વચ્ચે આજે બપોર સુધીમાં 8213 નાગરિકોને કોરોના વેકસીન આપવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા આજે અને આવતીકાલે કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. શહેરના 22 આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે 9:00 વાગ્યાથી સાંજના 9:00 વાગ્યા સુધી, પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ઇએસઆઇએસ હોસ્પિટલ ખાતે સવારે 9:00 વાગ્યા થી સાંજના 6:00 વાગ્યા સુધી અને તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના 2:00 વાગ્યાથી સાંજના 9:00 વાગ્યા સુધી, મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, ક્ધસ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં 63 મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેક્સીનેશનની કામગીરી ચાલુ છે.

આજે બપોર 1:00 વાગ્યા સુધીમાં 8213 નાગરિકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. હાલ મેગા ડ્રાઈવની કામગીરી ચાલુ છે, તેમ નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું. મેગા ડ્રાઈવ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ શહેરમાં નુરાનીપરા સ્લમ વિસ્તાર, નંદનવન આરોગ્ય કેન્દ્ર અને રૈયાધાર સ્લમ ક્વાર્ટરના દિનદયાળ ઔષધાલય ખાતે વેક્સીનેશનની કામગીરી નિહાળી હતી.મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન હર ઘર દસ્તક હેઠળ ઘર આંગણે જઈને પણ કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા વેકસીનનો બીજો ડોઝ લેવાનો સમય થાય ગયેલા નાગરિકોને ટેલીફોનીક પણ જાણ કરી વેક્સીન લઇ લેવા અપીલ કરવામાં આવી રહી છે. શહેરના વધુને વધુ નાગરિકોને કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

આ રીતે આવતીકાલે રવિવારે પણ વેકસીનનું મહાઅભિયાન દવાખાના અને જાહેર સ્થળોએ ચાલુ રહેેશે. તો તા.10 સુધી ડોઝ લઇને લોકો ઇનામની તક પણ ઝડપી શકે છે. દરમ્યાન સરકારે હાઇરીસ્ક યાદીમાં મુકેલા 12 દેશોમાંથી રાજકોટ પરત ફરેલા નાગરિકોની સંખ્યા 130 પર પહોંચી છે. જોકે કોઇ નાગરિક જોખમી લક્ષણો સાથે પરત આવ્યા નથી. છતાં જિલ્લા કલેકટર અને મેડીકલ કોલેજ તંત્રએ ત્રણ વ્યકિતના સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલ્યા છે તે ઉલ્લેખનીય છે.


Related News

Loading...
Advertisement
Advertisement