રાંધણગેસ બાદ હવે સીએનજીનો વારો: દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં ભાવવધારો

04 December 2021 04:58 PM
India
  • રાંધણગેસ બાદ હવે સીએનજીનો વારો: દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં ભાવવધારો


નવી દિલ્હી તા.4
વિશ્વસ્તરે ક્રુડતેલમાં કડાકા છતાં ભારતમાં પેટ્રોલીયમ ચીજોના ભાવમાં કોઈ રાહતો મળતી નથી. વિપરીતપણે નવા-નવા ડામ આપવામાં આવી રહ્યા છે. સરકારે બે દિવસ પુર્વે કોમર્સીયલ રાંધણગેસ સિલીન્ડરમાં રૂા.100નો ભાવવધારો કર્યા બાદ હવે સીએનજી મોંઘો કર્યો છે.

ઈન્દ્રપ્રસ્થ ગેસ લીમીટેડ દ્વારા સીએનજીમાં ભાવવધારો કરવામાં આવ્યો છે. તાત્કાલીક અસરથી લાગુ કરી દેવાયો છે. પાટનગર, દિલ્હી, હરિયાણા તથા રાજસ્થાનમાં આ ભાવવધારો લાગુ કરાયો છે. દિલ્હીમાં નવો ભાવ રૂા.53.04 થયો છે. હરિયાણામાં 59.30 થયો છે. રાજસ્થાનમાં 67.31 થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement