મુંબઈ ટેસ્ટ: ન્યુઝીલેન્ડનો ‘ઢાળીયો’ કરતાં ભારતીય બોલરો: 55 રનમાં 8 વિકેટ

04 December 2021 05:08 PM
India Sports World
  • મુંબઈ ટેસ્ટ: ન્યુઝીલેન્ડનો ‘ઢાળીયો’ કરતાં ભારતીય બોલરો: 55 રનમાં 8 વિકેટ

મયંક અગ્રવાલના શાનદાર 150 રન અને અક્ષર પટેલના 52 રનની મદદથી ભારતે પહેલી ઈનિંગમાં બનાવ્યા 325 રન: જવાબમાં સીરાજ-અશ્વિન સામે ન્યુઝીલેન્ડના બેટરો ઘૂંટણીયે: ભારત હજુ 270 રન આગળ

મુંબઈ, તા.4
મુંબઈના વાનખેડેમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલા બીજા ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડના સ્પીનર એજાજ પટેલે ભારતના દસેય બેટરોને આઉટ કરીને ઈતિહાસ રચી દીધા બાદ ભારતીય બોલરોએ પણ વળતો જવાબ આપ્યો હોય તેવી રીતે ન્યુઝીલેન્ડનો ‘ઢાળીયો’ કરી નાખતાં ન્યુઝીલેન્ડની 55 રનમાં આઠ વિકેટ પાડી દીધી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં મયંક અગ્રવાલના શાનદાર 150 અને અક્ષર પટેલના 52 રનની મદદથી 325 રન બનાવ્યા હતા.

ભારત 325 રનમાં ઓલઆઉટ થયા બાદ ન્યુઝીલેન્ડ બેટિંગમાં આવ્યું હતું અને 10 રનમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી 15 રને બીજી, 17 રને ત્રીજી, 27 રને ચોથી, 31 રને પાંચમી, 38 રને છઠ્ઠી, 53 રને સાતમી અને 53 રને જ આઠમી વિકેટ ગુમાવી હતી.

ન્યુઝીલેન્ડના આઉટ થયેલા આઠ બેટરોમાં સૌથી વધુ 10 રન કપ્તાન લાથમે બનાવ્યા હતા. તેના ઉપરાંત વિલ યંગ 4, ડેરિલ મીચેલ 8, રોસ ટેલર 1, હેનરી નિકોલ્સ 7, ટોમ બ્લન્ડેલ 8 અને રચિન રવીન્દ્ર 4 રન બનાવી આઉટ થઈ ગયા હતા. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે જેમીસન 15 અને સમરવીલે 0 રને રમતમાં છે. ભારત વતી બોલિંગમાં મોહમ્મદ સીરાજે ત્રણ, રવિચંદ્રન અશ્ર્વિને ત્રણ, અક્ષર પટેલ-જયંત યાદવે એક-એક વિકેટ મેળવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement