જામનગર આરોગ્ય તંત્રની આશ્ચર્યજનક સિધ્ધિ: મૃતક વ્યક્તિને કોરોનાના બન્ને ડોઝ આપી પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું

04 December 2021 05:12 PM
Jamnagar Gujarat
  • જામનગર આરોગ્ય તંત્રની આશ્ચર્યજનક સિધ્ધિ: મૃતક વ્યક્તિને કોરોનાના બન્ને ડોઝ આપી પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું

જામનગર તા.4
જામનગરમાં મૃત વ્યક્તિને વેક્સીન આપી દેવામાં આવી હોવાના ખોટા પ્રમાણપત્ર રજુ કરી મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ કમીશનરને રજૂઆત કરી મૃતક વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર અને વેક્સીનેશન પ્રમાણપત્ર આપી યોગ્ય તપાસ અને બેદરકારી માટે જે કોઈ જવાબદાર હોય તેને શિક્ષા કરવાની માંગણી કરી છે.

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ કમિશ્નરને ચોકાવનારી રજૂઆત કરી છે. જે મુજબ, વોર્ડ નં.12 માં મોરકંડા રોડ, બાન્નાથ વિસ્તારમાં રહેતા પરમાર જેન્તીલાલ જે તારીખ 30/04/2021 ના રોજ અવસાન પામેલ છે. જેનું વેક્સીનેસન ઘાંચીવાડ વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં રૂતુબેન રમેશભાઈ ભેસદંડિયા દ્વારા બીજા ડોઝનું સર્ટીફીકેટ તેમના ઘરે પહોચાડેલ છે. આશ્ચર્ય ની વાત એ છે કે પરમાર જેન્તીલાલના બીજા ડોઝની તારીખ 30/11/2021 દર્શાવેલ છે. જો તેઓ તા.30/04/2021 ના રોજ મૃત્યુ પામેલ છે તો તે તા.30/11/2011 ના રોજ વેક્સીનેસન કેવી રીતે કરાવી શકાય ?

શું જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય ટીમે શું યમરાજની મદદથી બીજો ડોઝ આપેલ છે ?? આવો વેધક સવાલ કરી ખીલજીએ વધુમાં સવાલો કર્યા છે કે વાસ્તવિકતામાં આરોગ્યની ટીમ દ્વારા ખોટા સર્ટીફીકેટ બનાવીને પ્રધાનમંત્રીના 100 કરોડ વેક્સીનેસન ના ટાર્ગેટ ને પૂરું કરવામાં આવેલ છે ??? બીજી તરફ સતાધારી પક્ષ દ્વારા તેના તાયફાઓ બનાવીને ઉજવણી કરવામાં આવે છે. આ બાબત ખુબ જ ગંભીર ગણી ,યોગ્ય તપાસ કરી અને આવા ખોટા વેક્સીનેસન સર્ટીફીકેટના કૌભાંડ આચરતા અધિકારીઓને તાત્કાલિક ધોરણે ડીસમીસ કરી તેમની વિરુદ્ધ યોગ્ય પગલાની અંતે માંગણી કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement