‘હવે તો અમારું ‘દર્દ’ ઠીક કરો’: તબીબોની મહારેલી, કલેક્ટરને આવેદન: સામૂહિક રાજીનામાની તૈયારી

04 December 2021 05:44 PM
Rajkot
  • ‘હવે તો અમારું ‘દર્દ’ ઠીક કરો’: તબીબોની મહારેલી, કલેક્ટરને આવેદન: સામૂહિક રાજીનામાની તૈયારી
  • ‘હવે તો અમારું ‘દર્દ’ ઠીક કરો’: તબીબોની મહારેલી, કલેક્ટરને આવેદન: સામૂહિક રાજીનામાની તૈયારી
  • ‘હવે તો અમારું ‘દર્દ’ ઠીક કરો’: તબીબોની મહારેલી, કલેક્ટરને આવેદન: સામૂહિક રાજીનામાની તૈયારી

કોરોનાકાળમાં અડીખમ બનીને દર્દીઓની પડખે રહેનારા તબીબો સાથે સરકાર દ્વારા ‘બનાવટ’ કરવામાં આવતાં અંતે તબીબોએ વિરોધનું હથિયાર ઉગામવું પડ્યું છે. છેલ્લા ચાર દિવસથી અલગ-અલગ કાર્યક્રમો આપ્યા બાદ આજે તબીબી પ્રોફેસરો, ઈન-સર્વિસ તબીબો સહિતનાએ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી મહારેલી કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં તબીબોએ એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે જો તા.13 ડિસેમ્બર સુધીમાં તેમની માંગનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ હડતાલ ઉપર ચાલ્યા જશે અને ધડાધડ સામૂહિક રાજીનામા સરકારને ધરી દેશે. તબીબોએ કહ્યું કે હરહંમેશ અને ખાસ કરીને કોરોના મહામારીમાં ખડેપગે રહીને જાનના જોખમે તબીબોએ કરેલી કામગીરીને ધ્યાને રાખી અમારી લાગણી અને માંગણીનો સ્વીકાર થવો જરૂરી છે અને જો સરકાર આટલું પણ ન કરી શકે તો પછી અમારી પાસે હડતાલ અને સામૂહિક રાજીનામા સિવાયનો બીજો કોઈ જ રસ્તો બચતો નથી.


Related News

Loading...
Advertisement
Advertisement