રાજયમાં હાઈડ્રોજન ફયુઅલ પ્લાન્ટ માટે કંપનીઓને જમીન ફાળવશે સરકાર

04 December 2021 05:46 PM
Jamnagar Gujarat
  • રાજયમાં હાઈડ્રોજન ફયુઅલ પ્લાન્ટ માટે કંપનીઓને જમીન ફાળવશે સરકાર

ગાંધીનગર,તા.4
ગુજરાત સરકાર દ્વારા હાઈડ્રોજન ફ્યુઅલ પ્લાન્ટ માટે ઉદ્યોગકારો સાથે કરાર કરીને ગુજરાતમાં પ્લાન્ટ નાખવા માટે સરકારી જમીન આપવાની તેમજ અન્ય ઈન્સેન્ટિવ આપવાની તત્પરતા દર્શાવવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ હાઈડ્રોજન ફ્યુઅલ પ્લાન્ટ માટે સરકારી જમીન અનામત રાખવા માટે રાજ્યના કચ્છ ,સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાત ,દક્ષિણ ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હાઈડ્રોજન પ્લાન્ટ નાખવા ઈચ્છતી કંપનીઓને ગુજરાત સરકાર સરકારી માલિકીની જમીન ની ફાળવણી કરશે.

આ માટે જમીન અનામત રાખવા માટેના આદેશો કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.આવનાર સમયમાં હાઈડ્રોજન ફ્યુઅલ થી ચાલતા વાહનો ના ભવિષ્ય પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં પણ કેટલીક કંપનીઓ સાથે હાઈડ્રોજન ફ્યુઅલ પ્લાન્ટ નાંખવા માટેના કરાર ગુજરાત સરકાર વચ્ચે કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement