ધનકુબેરોની સંપતિમાં રાતોરાત ધરખમ ઘટાડો: એલન મસ્કને જ 1.13 લાખ કરોડનું નુકશાન

04 December 2021 05:48 PM
India
  • ધનકુબેરોની સંપતિમાં રાતોરાત ધરખમ ઘટાડો: એલન મસ્કને જ 1.13 લાખ કરોડનું નુકશાન

શેરબજારના કડાકાથી ટોચના 10 ધનવાનોની સંપતિમાં 27.4 અબજ ડોલરનું નુકશાન

વોશિંગ્ટન તા.4
કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટે વિશ્ર્વના શેરબજારોમાં ફરી વખત અનિશ્ર્ચિતતા સર્જીને મંદીમાં ધકેલી દીધુ છે. શુક્રવારના કડાકામાં દુનિયાના ધનકુંબેરોની સંપતિમાં રાતોરાત ધરખમ ઘટાડો થઈ ગયો હતો.

દુનિયાના સૌથી ધનવાન તથા ટેસ્લાના માલિક એલન મસ્કને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. તેમની કંપનીના શેરમાં ગાબડુ પડતા એક જ દિવસમાં તેમની સંપતિમાં 15.2 અબજ ડોલર (1.13 લાખ કરોડ રૂપિયા) નો ઘટાડો નોંધાયો હતો. ઓમિક્રોન ઉપરાંત મોંઘવારી તથા અર્થતંત્ર સંબંધી આશંકાઓને પગલે ટેસ્લાનો શેર ગગડતા મસ્કની સંપતિમાં મોટો ઘટાડો થયો હતો.

બીલીયોનર ઈન્ડેકસ રીપોર્ટ મુજબ એલન મસ્કની સંપતિ ઘટીને 268.9 અબજ ડોલર થઈ ગઈ હતી જે આગલા દિવસે 284 અબજ ડોલર હતી. આ ઉપરાંત એમેઝોનના જેફ બેજોસની સંપતિમાં 2.7 અબજ ડોલરનો કડાકો સર્જાયો છે. રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ટોચની 10 ટેકનોલોજી કંપનીઓની માલિકી ધરાવતા ધનકુબેરોની સંપતિમાં કુલ 27.4 અબજ ડોલરનો કડાકો સર્જાયો હતો.

ઓરેકલ કોર્ષના સહસ્થાપક લૈરી એલીસન, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, બરનાર્ડ અરનોલ્ટ તથા બીલ ગેટસની સંપતિમાં પણ મસમોટો ધડાકો થયો છે. એલીસનની સંપતિમાં 2.6 અબજ ડોલર, ઝુકરબર્ગની સંપતિમાં 1.3 અબજ ડોલર, અરનોલ્ટની સંપતિમાં 1.22 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બીલ ગેટસની સંપતિ 1.39 અબજ ડોલર ઘટી છે.


Related News

Loading...
Advertisement
Advertisement